અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બનનાર મંદિરની ડિઝાઈન નક્કી કરવા માટે આજે બેઠક યોજાશે. યુપીમાંથી પણ કેટલાક વિભાગોમાંથી કેટલાક અધિકારીઓ દિલ્હી જશે. મંદિરની ડિઝાઈન નક્કી થયા બાદ અયોધ્યામાં 251 મીટર ઊંચી પ્રતિમાનાં સ્થાનની પસંદગી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહમતી લેવામાં આવશે, ત્યારબાદ જ અયોધ્યામાં રામ મંદિરની આ પ્રતિમા સ્થાપિત કરાશે.ઉત્તરપ્રદેશ સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરી સુધીમાં રામમંદિરની ડીઝાઈન નક્કી થઇ જશે. મંદિરનો આકાર, ઊંચાઈ નક્કી થયા બાદ અયોધ્યામાં શ્રીરામની 251 મીટર ઊંચી પ્રતિમા માટે સ્થાન નક્કી કરાશે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા લગાવવામાં સરદાર પટેલ ટ્રસ્ટ માર્ગદર્શન આપશે. પર્યટન વિભાગે ટ્રસ્ટની સાથે એમઓયુ કર્યાં છે. ટ્રસ્ટ મૂર્તિ લગાવવામાં ટેકનિકલ સહયોગની સાથે સાથે લોખંડ સહિત અન્ય ધાતુઓની ક્વોલિટી, ગ્લોબલ ટેન્ડર સહિત અન્ય કાર્યોમાં સહયોગ આપશે. 50 કરોડથી વધારી કામના ઓપન ટેન્ડરથી કરાવવાની પ્રદેશ સરકારના નિર્ણય અંતર્ગત લગાવવા માટે કાર્યદાયી સંસ્થાની નવેસરથી પસંદગી થશે.