Labor accused of being institutionally racist
કૈર સ્ટાર્મર (Photo by Christopher FurlongGetty Images)

અહીં યુકે અને સમગ્ર વિશ્વમાં રમઝાન મહિનાના આગમન સમયે દરેકને મારા રમઝાન મુબારક. રમઝાન હંમેશાં આપણા કરૂણા, દાન અને અન્યની સેવા કરવાના સામાન્ય મૂલ્યોને સાથે લાવે છે અને ખરેખર તે એવા સમયે આવે છે જ્યારે આપણને તેની જરૂર પહેલા કરતા વધારે હોય છે.

જ્યારે મુસ્લિમો માટે આ એક એવો પ્રસંગ છે જ્યારે પરિવારો રોજા કરવા માટે એકઠા થાય છે. આપણે કોરોનાવાયરસ સામેની લડત લડી રહ્યા છીએ ત્યારે હું જાણું છું કે આ વર્ષ અવિશ્વસનીય મુશ્કેલ છે. આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે સામાજિક અંતરનાં પગલાં જાળવીએ છીએ ત્યારે અન્ય વર્ષોથી વિપરીત, મુસ્લિમો પોતાના વિસ્તૃત કુટુંબીજનો અથવા મિત્રો સાથે રોઝા ખોલી શકશે નહીં. ઘણા લોકોને એ હકીકતથી દુ:ખ થશે કે તેઓ તેમની સ્થાનિક મસ્જિદોમાં રાત્રીની નમાઝમાં ભાગ લઈ શકતા નથી.

હું આપણા મુસ્લિમ ડોકટરો, નર્સો અને ફ્રન્ટલાઈન પર સંભાળ રાખનારા સર્વેને બિરદાવુ છું, જેઓ શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવવા માટે ચોવીસેય કલાક કામ કરે છે. હું કી વર્કરનો આભાર માનુ છુ જેઓ આપણા નાયકો બની આ મહત્વપૂર્ણ સમયમાં જીવન આગળ ધપાવી રહ્યા છે. તમામ મુસ્લિમ સમુદાયની સંસ્થાઓ અને સખાવતી સંસ્થાઓ કે જેઓ આ પડકારજનક સમયમાં આગળ વધ્યા છે. ચાલો આપણે દરેકની સરાહના કરીએ જેઓ આ સમયે આપણને સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યાં છે.

ફરી એકવાર, લેબર પાર્ટી અને મારા સાથી સાંસદો વતી, હું દરેકને શાંતિપૂર્ણ રમઝાનની શુભેચ્છા પાઠવું છું.

રમઝાન મુબારક.