ડ્રગના ગુના અને અધિકારીઓ પર થૂંકવા બદલ કરણ સિંહને જેલ

0
519

હોમસ્ટીડ વે, ક્રોયડનના કરણ સિંહ નામના 23 વર્ષના યુવાનને શુક્રવારે તા. 24 એપ્રિલના રોજ ક્રોયડન ક્રાઉન કોર્ટે ઇમરજન્સી વર્કર પર હુમલો, ધમકી આપવા અને ક્લાસ બી ડ્રગ (કેનાબીસ) રાખવા બદલ ચાર મહિનાની કેદની સજા ફટકારી હતી. તેને સસ્પેન્ડ સજાના ભંગ બદલ વધુ 4 માસ સાથે કુલ આઠ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

શનિવાર તા. 14 માર્ચના રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે સિંઘને લોઅર એડિસ્કોમ્બ રોડ, ક્રોયડન ખાતે ડ્રાઇવ વેમાં કારમાં બેઠેલો જોયો હતો. કરણને ડ્રાઇવિંગ કરવા પર અયોગ્ય ઠરાવાયો હોવાથી તેમણે કાર પાસે આવી પૂછપરછ કરતા કરણે તેનું લાઇસન્સ પાછું આપવામાં આવ્યું છે તેમ જણાવ્યુ હતુ. અધિકારીઓને કરણના શરીરમાંથી ગાંજાની ગંધ આવતા તેની પુછપરછ કરતા તેણે ગાંજો પીધો હોવાનુ સ્વીકાર્યું હતુ.

એક અધિકારીએ સર્ચ કરવા માટે વાત કરતા જ તેણે કાર લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર અટકી પડતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કારમાંથી ગાંજાની નવ બેગો મળી આવી હતી. તેને સાઉથ લંડન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે અધિકારીઓ સાથે અપમાનજનક વર્તન કર્યુ હતું અને આક્રમક બનતા તેને સેલમાં ખસેડવો પડ્યો હતો. જે દરમિયાન તે સાર્જન્ટના ચહેરા પર થૂંક્યો હતો અને તેને કોરોનાવાયરસ છે એવુ જુઠ્ઠુ બોલ્યો હતો. આ બધુ થયા બાદ તેણે અધિકારીઓની માફી પણ માંગી હતી.

જજ રોબિન્સને સજા આપતા જણાવ્યુ હતુ કે ‘’આ કેસોને હળવાશથી લેવામાં આવશે નહીં’’