(istockphoto.com)

ભારતની અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સના શેરહોલ્ડર્સે પેસેન્જર વ્હિકલ બિઝનેસને અલગ કંપનીમાં વિભાજિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, એમ કંપનીએ સોમવારે જણાવ્યું હતું.

5 માર્ચના રોજ કંપનીના શેરહોલ્ડર્સે પેસેન્જર વ્હિકલ બિઝનેસને TML બિઝનેસ એનાલિટિક્સ સર્વિસિસ લિમિટેડ નામની કંપનીમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કંપનીએ વધુમાં જણાવ્યુ કે, આ ટ્રાન્સફર માટે તેના પેસેન્જર વ્હિકલ બિઝનેસનું મૂલ્ય રૂ.9417 કરોડ આંકવામાં આવ્યું છે.

કંપનીના અધિકારોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મે-જૂન મહિનાની સુધીમાં પેસેન્જર વ્હિકલ બિઝનેસને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જવાની અપેક્ષા છે, અલબત્ત કંપનીએ અત્યાર સુધી બિઝનેસ માટેના સંભિવત પાર્ટનર માટે કોઇ નિર્ણય લીધો નથી. ગયા વર્ષે ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તેઓ પોતાના ડોમેસ્ટિક પેસેન્જર વ્હિકલ બિઝનેસને એક અલગ એન્ટિટીમાં ટ્રાન્સફર કરશે અને તેની માટે તેઓ વ્યૂહાત્મક ભાગીદારીની શોધ કરશે જેથી આ બિઝનેસમાં લાંબા ગાળાની વિકાસની સંભાવનાઓનો લાભ ઉઠાવી શકાય.