ગોલ્ડ કેર હોમ્સના સહ-સ્થાપક અને અધ્યક્ષ રવિ ગીદારનું તેમના પરિવારના ઘરે ક્રિસમસના થોડા સમય પહેલા દુઃખદ અવસાન થયું હતું.

રવિએ પોતાના ભાઈ સુખી સાથે મળીને 1999માં હેમેલ હેમ્પસ્ટેડમાં ક્વીન્સવે હાઉસની શરૂઆત સાથે ગોલ્ડ કેર હોમ્સની શરૂઆત કરી હતી અને હાલમાં જ લંડનમાં ત્રણ નવી સેવાઓનું સંપાદન પૂર્ણ કરીને, કંપનીને સફળતાના શિખરે પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.

ગોલ્ડ કેર હોમ્સ આ વર્ષે 25મી વર્ષગાંઠની ઉજવણી કરનાર છે ત્યારે આ ખૂબ જ દુઃખદ સમયે રવિએ કંપની માટે હાંસલ કરેલા ઘણા લક્ષ્યો અને સિદ્ધિઓની યાગો તાજી થઇ છે.

રવિ એક પ્રિય પિતા અને તેમના પરિવારના ખડક, સમાજના આધારસ્તંભ, માર્ગદર્શક અને તેમની સાથે કામ કરનારા તમામ લોકો માટે મિત્ર હતા. રવિ ગીદારનું નામ હંમેશા ગોલ્ડ કેર હોમ્સનો પર્યાય બની રહેશે.

LEAVE A REPLY

five × 3 =