દેશની ટોચની મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેંકલિન ટેંપલટન ઈન્ડિયા દ્વારા 6 ક્રેડિટ સ્કીમ બંધ કરવાને કારણે ઉભા થયેલા સંકટને દૂર કરવા માટે રિઝર્વ બેંકે મ્યુચ્યુઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. આરબીઆઈએ સોમવારે મ્યુચ્યુઅલ ફંડ માટે એક વિશેષ ઋણ યોજનાની જાહેરાત કરી જે અંતર્ગત તેમને 50,000 કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી ઉદ્યોગમાં લિક્વિડિટીનો સંકટ ઉભો ના થાય.

ફ્રેન્કલીન ટેમ્પલટન દ્વારા 6 સ્કીમ બંધ કરાતાં મ્યુચ્યુલ ફંડ સેક્ટરમાં સર્જાયેલી મૂડી પ્રવાહિતા ની સમસ્યાને ખાળવા રિઝર્વ બેન્ક દ્વારા 50,000 કરોડની સ્પેશિયલ લિકવિડીટી સ્કીમની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક દ્વારા સ્વીકારવમાં આવ્યું છે કે કોવિડ 19ની પરિસ્થિતિના કારણે મ્યુચ્યુલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં મૂડી ખેંચની પરિસ્થિતિ સર્જાઈ છે.

આ સંજોગોમાં હાઈ રિસ્ક ડેટ સ્કીમ ધરાવતા મ્યુચ્યુલ ફંડ રિઝર્વ બેંકની આ સ્કીમ થકી નાણાં મેળવી મૂડી પ્રવાહિતા જાળવી શકશે. ફંડઝને 90 દિવસની સમય મર્યાદા માટે ફિક્સ્ડ રેપો રેટ હેઠળ આ સુવિધા અપાશે. ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા 36000 કરોડની aum ( એસેટ અંડર મેનેજમેન્ટ) ધરાવતી 6 સ્કીમ બંધ કરવામાં આવી તેને પગલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ધરાવતા રોકાણકારો ચિંતિત થઈ ઉઠ્યા છે. અન્ય ફંડઝ પણ આ માર્ગે હોવાની અટકળો સેવાઇ રહી છે. તેને પગલે લોકોનો વિશ્વાસ જાળવવા રિઝર્વ બેંક દ્વારા આ દરમિયાનગીરી કરવામાં આવી છે.

ફ્રેંકલિન ટેંપલટન મ્યુચ્યુલ ફંડે સ્વેચ્છાએ પોતાની છ ક્રેડિટ સ્કીમસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ આ અંગે જણાવ્યું છે કે, કોરોનાના સંકટને કારણે લોકો ઝડપથી પોતના નાણાં કાઢી રહ્યા છે. જેનાથી કંપની પાસે રોકડની અછત થઈ ગઈ છે. હવે રિડમ્શનનું દબાણ વધતા તમામ ફંડોની સિક્યુરિટિઝ વેચવામાં આવશે. રોકાણકારોને વિવિધ તબક્કામાં નાણાં પરત કરવામાં આવશે.

ફ્રેન્કલિન ઈન્ડિયા લો ડ્યૂરેશન ફંડ, ફ્રેન્કિલન ઈન્ડિયા ડાયનામિક એક્યૂરલ ફંડ, ફ્રેન્કિલન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કિલન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈનકમ પ્લાન, ફ્રેન્કિલન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કિલન ઈન્ડિયા ઈનકમ ઓપોર્યુનિટીઝ ફંડ સ્કીમ બંધ કરવામાં આવી છે.