Getty Images)

સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ને 104 કરોડ રૂપિયા પરત કરવામાં આવે. આરકોમની આ રકમ બેંક ગેરંટી તરીકે સરકાર પાસે જમા છે. આ મામલે ટેલિકોમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ એન્ડ એપલેટ ટ્રિબ્યુનલ (ટીડીસેટ)એ 21 ડિસેમ્બર 2018ના રોજ આરકોમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
ટીડિસેટે જણાવ્યું હતું કે, આરકોમની 908 કરોડ રૂપિયાની બેંક ગેરંટીમાંથી સરકાર સ્પેક્ટ્રમ ચાર્જના 774 કરોડ રૂપિયા બાદ કરીને 104 કરોડ રૂપિયા કંપનીને પરત કરી દે. ટેલીકોમ વિભાગે 30 કરોડ રૂપિયા પહેલા જ એડજસ્ટ કરી લીધા છે. સરકારે ટીડિસેટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ આર એફ નરીમન અને એસ રવિન્દ્ર ભટ્ટની બેંચે મંગળવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતુ કે, સરકારની અપીલમાં કોઇ મેરિટ નથી.
બિઝનેસમાં નુકશાન અને દેવું વધી જવાને કારણે આરકોમે 3 વર્ષ પહેલા જ સંચાલન બંધ દીધું હતું. કંપનીએ રિલાયન્સ જિયોને સ્પેકટ્રમ વેચીને નાદારી ટાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાયદાની લાંબી પ્રક્રિયા અને સરકારની મંજૂરી પ્રાપ્ત કરવામાં વિલંબને કારણે ડિલ થઇ શકી નહતી. આવામાં કંપનીએ પોતે જે નાદારી પ્રક્રિયામાં જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જેને પગલે આરકોમની સંપત્તિ વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે.