Prime Minister Boris Johnson - REUTERS

બોરિસ જ્હોન્સને તેમની સરકારનો ચહેરો બનવા માટે બીબીસી લંડનના અગ્રણી પ્રેઝન્ટર રિઝ લતીફની ભરતી કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારની દૈનિક પ્રેસ કોન્ફરન્સને આગળ ધપાવવા માટે લતીફ જ્હોન્સનની પ્રારંભિક પસંદગી હતાં, જે આ ઓટમમાં શરૂ થવાની છે. આ કામ માટે ઓછામાં ઓછો £100,000નો પગાર ચૂકવવામાં આવશે.

નંબર 9 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના ભૂતપૂર્વ કોલોનીયલ કોર્ટરૂમને ટેલિવિઝન સ્ટુડિયોમાં ફેરવવાનું કામ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. જ્યાં નવા પ્રવક્તા દરેક ટી ટાઇમે ટેલિવિઝન બ્રીફિંગ કરશે. વડાપ્રધાન લંડનના મેયર હતા ત્યારે લતીફ તેમને ઇન્ટરવ્યુમાં વધારે સમય આપવા માટે જાણીતા હતા. રીઝ લતીફ બોરિસની પહેલી પસંદ હતા. ચાન્સેલર ઋષિ સુનકના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર એલેગ્રા સ્ટ્રેટનને સરકારના અંદરના લોકો દ્વારા પ્રિય માનવામાં આવે છે.