રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાંથી આશરે 1.20 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા છે. રશિયાના ભીષણ હુમલાને કારણે આ આંકડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. યુએન હાઇ કમિશનર ફોર રેફ્યુજીના પ્રવક્તા સાબિયા મંટુએ 26 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આશરે 116,000 લોકોએ આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી છે. મોટાભાગના લોકો પડોશી દેશો પોલેન્ડ, મોલ્ડોવા, હંગેરી, રોમાનિયા અને સ્લોવાકિયામાં જઈ રહ્યાં છે. કેટલાંક લોકો બેલારુસમા પણ જઈ રહ્યાં છે. એજન્સીની ધારણા મુજબ જો સ્થિતિ વધુ ખરાબ થશે તો આશરે 40 લાખ લોકો દેશમાંથી ભાગી જશે.