(istockphoto.com)

રેમડેસિવર દવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ મળતી નથી. આ દવાની ભાગ્યે જ કોઇ જ કોઇ અસર થાય છે અથવા કોઇ અસર થતી નથી, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના સમર્થન સાથેના એક અહેવાલમાં જણાવાવામાં આવ્યું છે. જોકે આ દવાનું ઉત્પાાદન કરતી અમેરિકાની કંપની જિલેડ સાયન્સિસે WHOના અભ્યાસના આ તારણો સામે સવાલ ઉઠાવ્યા છે.

અમેરિકાની કંપનીએ જણાવ્યું હતું કે WHOના અભ્યાસના ડેટામાં સાતત્ય લાગતુ નથી. આ તારણો સમય પહેલાના છે. બીજા અભ્યાસોમાં આ દવાના લાભને પુષ્ટી મળી છે. રેમડેસિવીરને કોરોના વાઇરસના સારવારની સૌથી વધુ આશાસ્પદ દવા ગણવામાં આવે છે ત્યારે આ વિવાદ ઊભો થયો છે.

WHOએ ગુરુવારે જણાવ્યું હતું કે તેના સોલિડારિટી ટ્રાયલમાં જણાયું છે કે રેમડેસિવરથી શ્વાસોશ્વાસની બિમારી સાથેના દર્દીના 28 દિવસની મોર્ટાલિટી અથવા હોસ્પિટલમાં રહેવના સમયગાળામાં ભાગ્યે જ કોઇ અસર થાય છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના સારવાર માટે બીજી દવા સાથે આ એન્ટિવાઇરલ દવા પણ આપવામાં આવી હતી. WHOના અભ્યાસમાં 30 દેસોના 11,266 પુખ્ત દર્દીને આવરી લેવામાં આવ્યા હતા.