ટીઆરપી કૌભાંડમાં મુંબઈ પોલીસે રવિવારે ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી હતી. નકલી ટીઆરપી કૌભાંડમાં અત્યાર સુધી 13 વ્યક્તિની ધરપકડ થઈ છે. મુંબઈ પોલીસે 15 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ બે મહિલા આ સ્કેમનો ખુલાસો કર્યો હતો. રિપબ્લિક સિવાય બે મરાઠી ચેનલો બોક્સ સિનેમા અને ફકત મરાઠી પર પણ આરોપ હતા.આ મામલામાં રિપબ્લિકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ(ડિસ્ટ્રીબ્યુશન) ધનશ્યામ સિંહને 5 ડિસેમ્બરના રોજ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ચેનલે આરોપ લગાવ્યો હતો કે પુછપરછ દરમિયાન તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા.