અમેરિકાના 60 સાંસદોએ પદનામિત પ્રેસિડેન્ટ જો બિડેનને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નીતિ રદ કરી એચવન-બી વિઝા ધરાવતા લોકોના જીવનસાથી એવા એચફોર વિઝાધારકોને પણ વર્ક પરમિટ આપવા માગણી કરી છે. આ કેટેગરીમાં મોટાભાગના ભારતીયોના જીવનસાથી-પત્નીઓ છે જેઓ ઉચ્ચ લાયકાત ધરાવે છે.
સામાન્ય રીતે આ વિઝા એવા લોકોને આપવામાં આવે છે છે જેમણે નોકરી આધારિત કાયદેસરના રહેવાસીનો દરજ્જો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હોય. 16 ડિસેમ્બરે યુએસ હાઉસ ઓફ રિપ્રેન્ટેટીવના સભ્યોએ બિડેનને આ અંગે વિનંતી કરી હતી.
જો બિડેન 20મી જાન્યુઆરીએ અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો સંભાળશે. 2015માં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે એક નિયમ બહાર પાડયો હતો કે એચવન-બી વિઝાધારકોના કેટલાક ચોક્કસ એચફોર આશ્રિતો- જીવનસાથીઓ અમેરિકામાં કાયદેસર નોકરી કરી શકે છે, એમ પત્રમાં તેમણે કહ્યું હતું. એ નિયમ દ્વારા આપણી ઇમિગ્રેશન સીસ્ટમમાં જોવા મળતું લિંગ આધારિત ભેદભાવ અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો.એચફોર વિઝાધારકોમાં કામ કરવાની મંજૂરી મેળવનારાઓમાં 95 ટકા તો મહિલાઓ હતી.