બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનકે 27 ઓક્ટોબર 2021ના રોજ લંડનની ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બજેટ બોક્સ દર્શાવી રહ્યાં છે. તેમની સાથે ટ્રેઝરી ટીમ પણ દેખાય છે. REUTERS/May James

બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનકે તેમના બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે તેઓ કોરોનાથી ફટકો પડ્યો છે તેવા રિટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે એક વર્ષ માટે બિઝનેસ રેટ્સમાં ઘટાડો કરશે. તેમણે ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ્સને પ્રોત્સાહન આપવા આ સિસ્ટમમાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી હતી.

શોપ્સ, ઓફિસ, પબ્સ એન્ડ વેરહાઉસ જેવા કોમર્શિયલ સંકુલો માટે પ્રોપર્ટીની મૂલ્યને આધારે બિઝનેસ રેટ્સ લાગુ કરવામાં આવે છે. બિઝનેસ માલિકો વર્ષોથી ફરિયાદ કરે છે કે આ સિસ્ટમથી એમેઝોન જેવા ઓનલાઇન રિટેલર્સને અયોગ્ય લાભ મળે છે.

સુનાકનું ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ બિઝનેસ રેટ સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. સુનાકે જણાવ્યું હતું કે એક વર્ષ માટે પબ્સ જેવા બિઝનેસિસ માટે નવો 50 ટકા બિઝનેસ રેટ્સ ડિસ્કાઉન્ટ લાગુ થશે.