Rishis talking about the duties of their Hindu

લોર્ડ્સ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા એશિઝ ટેસ્ટ મેચમાં શનિવારે ચોથા દિવસે બીબીસીના આઇકોનિક ‘ટેસ્ટ મેચ સ્પેશિયલ’ (TMS) રેડિયો શોમાં ઇન્ટરવ્યુ આપતા ઋષિ સુનક યુકેમાં ઉછરી રહેલા જાતિવાદના ડંખ  વિશે વાત કરી હતી.

ક્રિકેટમાં વ્યાપેલા રેસીઝમ અંગેના અહેવાલ બાદ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે “મેં ક્રિકેટમાં એવો અનુભવ કર્યો નથી, પરંતુ અલબત્ત હું મોટો થયો તે દરમિયાન મેં જાતિવાદનો અનુભવ કર્યો છે. તે તમને ઘણી અન્ય બાબતોની જેમ જ ડંખે છે. હું એવી જોબમાં છું જ્યાં હું દરરોજ, કલાકદીઠ, મિનિટ-દર-મિનિટના આધારે ટીકા કરું છું. પરંતુ જાતિવાદ, તે તમને ડંખે છે, તે નુકસાન પહોંચાડે છે.”

સુનકે કહ્યું હતું કે ‘’ઈન્ડિપેન્ડન્ટ કમિશન ફોર ઈક્વિટી ઇન ક્રિકેટ (ICEC) નો અહેવાલ તેમના જેવા ક્રિકેટ પ્રેમીઓ માટે મુશ્કેલ અને ખરેખર દુઃખદ હતો. આપણે બધા જે રમતને ચાહીએ છીએ અને ઇચ્છીએ છીએ કે તે ક્રિકેટ સર્વેનો સમાવેશ કરતી, ખુલ્લી, સંપૂર્ણપણે દરેક માટે સુલભ હોય, તમામ પૃષ્ઠભૂમિના લોકોનું સ્વાગત કરે અને તે એક એવી જગ્યા બને જ્યાં દરેક વ્યક્તિ સન્માન અને સમર્થન અનુભવી શકે.”

વડા પ્રધાને કહ્યું હતુ કે મને “આત્મવિશ્વાસ” છે કે ECB તેના નિષ્કર્ષનો યોગ્ય રીતે જવાબ આપી રહ્યું છે.  મને એક દિલાસો મળે છે કે હું બાળક હતો ત્યારે મારી સાથે જે બન્યું તે મારા બાળકો સાથે થશે એવું મને લાગતું નથી.”

LEAVE A REPLY

12 − five =