ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારે ગાંધીનગરમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો**EDS: TWITTER IMAGE POSTED BY @PIBAhmedabad ON WEDNESDAY, APRIL 21, 2021** . (PTI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારે ગાંધીનગરમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યપ્રધાન કાર્યાલયના ટ્વીટર હેન્ડલ પર તેની માહિતી આપવામાં આવી હતી.

ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, “આજે સવારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં સરકારી દવાખાનામાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે અને તેમણે જે લોકો રસી લેવા માટે નક્કી કરેલી ઉંમરમાં આવતા હોય તેમણે પણ આગળ આવવાની જરુર છે, રસી કોરોના વાયરસ સામે લડવા માટેનું મહત્વનું હથિયાર છે.”

નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રુપાણીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડોદરામાં સ્ટેજ પર વિજય રુપાણીને ચક્કર આવી ગયા હતા અને પછી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.