વડા પ્રધાન બોરિસ જૉન્સનની “પાર્ટીગેટ” મુશ્કેલીઓ વધી રહી છે અને તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો વડા પ્રધાન પદ છોડવાની માંગ કરી રહ્યા છે ત્યારે હાલમાં બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન તરીકે ઈતિહાસ રચવા માટે સૌથી વધુ યોગ્ય હોઈ શકે છે. તેમની સાથે સાથે ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસ પણ દોડમાં છે.
જો કે સુનકે ઑક્ટોબર 2020માં તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે વડા પ્રધાનપદની મહત્વાકાંક્ષા છે ત્યારે કહ્યું હતું કે “ના, ચોક્કસપણે નહીં. વડા પ્રધાને શું કરવું પડે છે તે જોતાં, આ મારા માટે કરવું મુશ્કેલ કામ છે.” સુનકે વડા પ્રધાન પર આવેલી તકલીફો બાદ ટ્વીટ કર્યું હતું કે “વડા પ્રધાન માફી માંગવા માટે યોગ્ય હતા અને હું ધીરજ રાખવાની તેમની વિનંતીને સમર્થન આપું. સુ ગ્રે તેમની પૂછપરછ કરનાર છે”.
સુનકે કોવિડ-19 રોગચાળા સામે દેશની આર્થિક લડાઈ માટે ચાર્જ સંભાળી ફર્લો-આધારિત કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ અને લોકડાઉન દરમિયાન સંઘર્ષ કરી રહેલા બિઝનેસીસ માટે કોવિડ સપોર્ટ ગ્રાન્ટ સહિતની ઘણી યોજનાઓ મોટાભાગે લોકપ્રિય સાબિત થઈ છે.
સુનકે યોર્કશાયરના રિચમન્ડથી 2015માં સૌપ્રથમવાર યુકેની સંસદમાં પ્રવેશ કર્યો હતો અને કટ્ટર બ્રેક્સિટીયર તરીકે ટોરી પાર્ટીના રેન્કમાં ઝડપથી વધારો કર્યો હતો. તેમણે ઇયુ છોડવાની જોન્સનની વ્યૂહરચનાનું સમર્થન કર્યું હતું. ફેબ્રુઆરી 2020માં કેબિનેટના સૌથી મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત થઇને ઈતિહાસ રચ્યો હતો.
41 વર્ષીય સુનક માને છે કે બ્રિટનનું ભવિષ્ય વધુ મજબૂત કરવા માટે ફ્રી એન્ટરપ્રાઇઝ અને નવીનતાને સમર્થન આપવું જોઈએ. તેમણે £1 બિલિયનની ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મની સહ-સ્થાપના કરી હતી અને રાજકારણમાં પ્રવેશતા પહેલા નાના બ્રિટિશ બિઝનેસીસમાં રોકાણ કરવામાં વિશેષતા ધરાવતા હતા.
સુનક અને તેમના પત્ની અક્ષતા તેમની સંપત્તિના કારણે અવારનવાર ખોટા કારણોસર સ્પોટલાઇટમાં આવે છે. તો તેઓ ઘણી વાર પોતે “હિન્દુ” હોવા બદલ ગર્વ અનુભવે છે તેમ પણ જણાવે છે.