Russell Brand poses for photographs (Photo by Carl Court/Getty Images)

જાણીતા હાસ્ય કલાકાર અને સોસ્યલ ઇન્ફ્લુએન્સર રસેલ બ્રાંડે તેની ઊંચાઈના સાત વર્ષના સમયગાળા દરમિયાન તેને ઓળખતી ચાર મહિલાઓ પર બળાત્કાર, જાતીય હુમલા અને દુર્વ્યવહાર કર્યો હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

ધ સન્ડે ટાઈમ્સ, ધ ટાઈમ્સ, લંડન અને ચેનલ 4ના “ડિસ્પેચીસ”માં જણાવાયું હતું કે એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે રસેલે તેણી પર બળાત્કાર કર્યો હતો. જ્યારે અન્ય ત્રણે તેના પર જાતીય હુમલાનો આરોપ લગાવ્યો હતો. એક મહિલાએ એમ પણ કહ્યું કે રસેલ શારીરિક અને ભાવનાત્મક રીતે દુર્વ્યવહાર કરતો હતો. જો કે રસેલે પ્રકાશિત જાતીય હુમલાના આરોપોને નકારી કાઢી કહ્યું હતું કે તેના તમામ સંબંધો સહમતિથી સ્થપાયા હતા.

રસેલ બ્રાન્ડે સૂચવ્યું હતું કે અહેવાલો તેમના મંતવ્યોને કારણે તેમને બદનામ કરવા માટે રચાયેલ સંકલિત હુમલાનો ભાગ છે. કોવિડ-19 રસીઓ વિશે શંકા વ્યક્ત કરવા અને જો રોગન જેવા વિવાદાસ્પદ પોડકાસ્ટરની મુલાકાત લેવા બદલ બ્રાન્ડની ટીકા કરવામાં આવી છે.

બ્રાન્ડ 2000 ના દાયકાની શરૂઆતમાં બ્રિટનમાં સ્ટેન્ડ-અપ કોમિક તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા અને ચેનલ 4 અને પછીથી બીબીસી રેડિયો પર તેને અભિનયની તક મળી હતી. જ્યાં તેણે અપમાનજનક વર્તન અને જોખમી મશ્કરી માટે પ્રતિષ્ઠાનો લાભ લીધો હોવાનો આરોપ છે. બાદમાં તેણે હોલીવુડમાં કૂદકો લગાવ્યો હતો. તે  2008માં “ફોર્ગેટિંગ સારાહ માર્શલ” અને 2011માં “આર્થર”ની રિમેક જેવી ફિલ્મોમાં દેખાયો હતો.

LEAVE A REPLY

three × five =