(Photo by MOHD RASFAN/AFP via Getty Images)

વિતેલા જમાનાની હોટ અભિનેત્રી બિપાશા બાસુની ફિલ્મ ‘રાઝ’એ બોલિવૂડમાં બે દાયકા પૂરા કર્યા છે. આ ફિલ્મમાં બિપાશાએ એક મહિલાની ભૂમિકા ભજવી છે જે ભૂતથી ઘેરાયેલી છે. વિક્રમ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2002ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ અંગે તેણે કહ્યું કે, અમે ઉટીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને અમે શૂટ કરવાના ઘણા રાતના દ્રશ્યો હતા. જ્યારે વાસ્તવિક સ્થાન સુંદર બંગલો હતું, ત્યારે આસપાસનું વાતાવરણ ઠંડું હતું, ઝાંખું અજવાળું હતું. ફિલ્મના કલાકારો અને ક્રૂ શૂટમાં વધુ રોમાંચ કેવી રીતે ઉમેરશે તે વિશે વાત કરતાં, તેણે કહ્યું કે રાત્રે, સરોજ ખાન, આશુતોષ રાણા અને વિક્રમ ભટ્ટ સહિત દરેક લોકો ભૂતની ડરામણી વાર્તાઓ સંભળાવતા હતા, જેનો તેણે અનુભવ કર્યો છે.