વૈજ્ઞાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો સાઉથ આફ્રિકન કોવિડ વેરિયન્ટ દેશમાં વધુ વ્યાપક બનશે તો બ્રિટનને વધુ મુશ્કેલ લૉકડાઉન નિયમોનો સામનો કરવો પડી શકે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા સાઉથ આફ્રિકન વેરિયન્ટના માત્ર 147 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જેની સામે નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ તો ફક્ત ‘આઇસબર્ગની ટોચ’ પરના કેસો છે અને સાચી સંખ્યા 10 કે 20 ગણી વધારે હોઈ શકે છે.

વોરીક યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત અને SAGEના પ્રોફેસર માઇક ટિલ્ડેસ્લેએ બીબીસી રેડિયો 4 ટુડે પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘’ઑક્સફર્ડ રસીની આ ખામી વિશેની શોધથી બ્રિટનની લોકડાઉન હટાવવાની યોજનાઓ પર ‘નોંધપાત્ર અસરો’ પડી શકે છે. રસી મેળવનાર લોકો પણ સંભવિત રૂપે સાઉથ આફ્રિકન વેરિયન્ટનો નવો ચેપ ફેલાવી શકે છે અને તેથી વધુ પ્રતિબંધો લગાવવા પડી શકે છે.’’