વિદેશમાં રહેતા 30 લાખથી વધુ બ્રિટિશ નાગરિકોએ ચૂંટણી અધિનિયમ 2022ના અમલ પછી બ્રિટનમાં યોજાતી સામાન્ય ચૂંટણીઓ અને લોકમતમાં મતદાન કરવાનો તેમનો અધિકાર પાછો મેળવ્યો છે. 1928માં સંપૂર્ણ મહિલા મતાધિકારની રજૂઆત પછી બ્રિટિશ ચૂંટણી મતાધિકારમાં આ સૌથી મોટો વધારો દર્શાવે છે.

16મી જાન્યુઆરી 2024થી મતદાન અધિકારો પરની મનસ્વી 15-વર્ષની મર્યાદાને રદ કરવામાં આવી છે અને વિશ્વભરના બ્રિટિશ નાગરિકો ઓનલાઈન મતદાન કરવા માટે નોંધણી કરાવી શકશે. આ માટે તેમને યુકેના છેલ્લા સરનામા સાથે લિંક કરાશે જ્યાં તેઓ મતદાન કરવા માટે નોંધાયેલા હતા અથવા રહેતા હતા.

નોંધણી પછી તેઓ 3 વર્ષ સુધી મતદાર યાદીમાં રહેશે. નોંધણી પછી, મતદારો પોસ્ટલ અથવા પ્રોક્સી વોટ માટે ઓનલાઈન અરજી પણ કરી શકશે. આ અધિનિયમ એ ‘વોટ્સ ફોર લાઈફ’ ઝુંબેશની પરાકાષ્ઠા છે, જેની આગેવાની કન્ઝર્વેટિવ્સ એબ્રોડ – બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો અને સમર્થકોએ ઉપાડી હતી તથા કન્ઝર્વેટિવ પક્ષની મેનિફેસ્ટોની પ્રતિબદ્ધતા છે.

LEAVE A REPLY

3 × three =