વિજ્ઞાનીઓએ માનવમગજનો અભ્યાસ કરવા સારા ઉપકરણો શોધ્યા ત્યારથી એક વાત સ્પષ્ટ છે કે, માનવ મગજ માટે હાલમાં આપણે જેટલું જાણીએ છીએ તેનાથી પણ વધારે હજુ જાણવાનું બાકી છે.
આધુનિક મગજ વિજ્ઞાન કે ન્યૂરોસાયન્સ સાથે જોડાયેલા યોગિક ફિઝિયોલોજી કે શરીરવિજ્ઞાનનું એક પાસું પીનલ ગ્લેન્ડ સાથે સંકળાયેલું છે. પીનલ ગ્લેન્ડ અંગચક્ર સાથે સંકળાયેલું હોવાનું સ્વીકારાયેલું છે. આજે ન્યૂરોસાયન્ટીસ્ટ્સ કહે છે કે, પીનલ ગ્લેન્ડમાંનો જીવનરસ જે તે વ્યક્તિના મિજાજ અને અનુભવો ઉપર નિયંત્રણ – કાબૂ રાખવાનું કામ કરે છે.
તબીબી વિજ્ઞાને સ્પષ્ટ કરેલું છે કે, તમારા શરીરમાંના રસાયણો – હોર્મોન તમારામાં આનંદપ્રદ અને બિનઆનંદપ્રદ અનુભવો સર્જી શકે છે જે તમારા માટે સાચા છે. વાસ્તવમાં તમે પોતે જાત માટે બધું જન્માવતા હો છો. ફરક માત્ર એટલો છે કે તે આપમેળે હોય છે કે બહારની મદદથી.
તમે જો હાલમાં પરમઆનંદના તરંગોના ઉછાળામાં હિલોળા લેતા હો તો, તમે બહારની મદદ વિના તમારી જાત સાથે કાંઇ કરતા હો છો. જો કોઇ બાહ્ય ઉત્તેજના પ્રેરણા થકી તમે કાંઇ કરો છો તો પરિણામ તો પહેલાં જેવું જ આવે પરંતુ અંતિમ પરિણામ તમારી વ્યવસ્થાને નુકસાન પણ પહોંચાડી શકે. તમારા બિનજાગૃત અનુભવો ગમે તેટલા મોટા કેમ ના હોય, પરંતુ તે કોઇના વિકાસ કે પરિવર્તન માટે કોઇ કામના હોતા નથી.
આધુનિક તબીબી વિજ્ઞાનમાં જે સંપૂર્ણતયા ગેરહાજર છે તે યોગિક ફિઝિયોલોજીનું એક પાસું હું મારામાં સતત સક્રિય રાખું છું તેને બિંદુ કહે છે. બિંદુનો અર્થ જ નાનકડું ટપકું થાય છે. પીનલ ગ્લેન્ડ ઉપરનું તે ચોક્કસ સ્પોટ છે. જો તમે આ બિંદુને સ્પર્શો તો તે ચોક્કસ રસાયણો છોડે છે જે તમને પરમઆનંદથી સભર તરંગોના ઉછાળામાં મૂકે છે. આ બિંદુને સક્રિય કરવા તમારા માથાની પાછળ એક ચોક્કસ પોઇન્ટ હોય છે. વિશ્વભરની ઘણી બધી સંસ્કૃતિઓએ આ સ્વીકાર્યું છે, સમજયું પણ છે કે આ પોઇન્ટની સુરક્ષા કરવી જરૂરી છે, સાથે સાથે તેને સક્રિય પણ કરવો જોઇએ.
તમે ઘણી વખત ઘણા લોકોને ચોક્કસ ધ્યાનની અવસ્થામાં પરમઆનંદની અવસ્થામાં અનુભવી શકો છો કારણ કે, આ ક્ષણોમાં તેમનામાં સ્વર્ગીય અલૌકિક આનંદ છલોછલ ભરાયેલા પ્યાલા જેવો હોય છે. જો તમે કોઇ બાળકને પાણીનો છલોછલ ભરેલો પ્યાલો આપીને પાણી પીવા કહેશો તો તે બાળક પાણી પીતાં પીતાં તેની આજુબાજુમાં પાણી ઢોળે તેવું પણ બની શકે. ધ્યાન મુદ્રામાં વ્યસ્ત પરમઆનંદી લોકોનું પણ તેવું છે કે, તેમનો આનંદ (પાણી)નો પ્યાલો છલકાઇ ગયો છે. પાણી ઢોળાય નહીં તેમ ધીમે ધીમે પાણી કેવી રીતે પીવું તે તેઓ જાણતા નહીં હોવાથી તેમનો આનંદ ઢોળાઇ રહ્યો છે. તમે થોડા સમય પછી જો થોડી સાધના કરો છો તો તમે જાગૃતપણે આનંદરસનું પાન કરી શકો છો. એક વખત આવી રીતે જાગૃતપણે આનંદરસનું પાન કરવામાં આવે તો તમારા શરીરના પ્રત્યેક કોષ તરંગોનો ઉછાળ અનુભવતા હોય છે.
જોકે, આ જ બિંદુનો બીજો એક પોઇન્ટ ઝેરી રસાયણો પણ ધરાવતો હોય છે. તમે આનંદરસના પ્યાલાની ખોટી બાજુએથી ઘૂંટડો મારો તો તમારી સિસ્ટમમાં ઝેરી રસ એવી રીતે પ્રસરે છે કે તમે તમારી જાતને ભોંઠપભરી અવસ્થામાં મૂકવાની કે નિર્માલ્યપણાંની હદનું વર્તન કરો છો. જીવનમાં ઘણાબધા અયોગ્ય વાણીવર્તન વ્યવહાર થકી ઘણા લોકો આવી સ્થિતિમાં મૂકાતા હોય છે.
તમે જીવનમાં – નાણાં, સંપત્તિ, તાકાત, ભગવાન કે દિવ્યશક્તિ – કોઇપણ પસંદ કરી, તેને અનુસરીને જીવનમાં મીઠાશની ભાવના ઝંખતા હો છો, આવી મીઠાશ અકસ્માતે કે જાગૃતપણે પામવાની તે તમારી પસંદગી ઉપર છે. યોગના સાધનાના પ્રારંભિક તબક્કા તરંગી ઉછાળા નહીં પરંતુ સ્થિરતા પામવા માટે હોય છે. જો સ્થિરતા પૂર્વે જ આવા ઉછાળા આવે તો તમે ભાંગી પડો છો. સ્થિરતા પછી આવતા તરંગી ઉછાળા અદભુત હોય છે.
પરમઆનંદના તરંગી ઉછાળ સંબંધિત કોઇ પ્રક્રિયા ક્યાંય પણ લખાયેલી નથી. આ સ્થિતિ વિષયાતીત હોવાથી તે ચોક્કસ અવસ્થામાં જ તેની હાજરી આપે છે. કેટલાક પુસ્તકોમાં તંત્ર વિષે લખાણનો પ્રયાસ થયો છે જે મારી દૃષ્ટિએ બેજવાબદારી છે. તમે જો કોઇ પુસ્તક વાંચો અને તેના પહેલા બે પ્રકરણ સ્થિરતા સંબંધિત હોય અને છેલ્લા પાંચ પ્રકરણમાં પરમઆનંદના ઉછાળાની અવસ્થા સંબંધિત લખાણ હોય તો તમે કોને અનુસરશો? લોકો વધુ લખાણવાળા હિસ્સાને અનુસરવા જતાં ભાંગી પડે તેવું પણ બને. જે તમારા વિચાર કે માન્યતામાં ના આવતું હોય તેને પામવાની ઝંખના ક્યારેય કરશો નહીં. તમે માત્ર સાધના કરો. આજ કારણે વિશ્વાસ – શ્રદ્ધા રાખવાની પરંપરા છે. જો કોઇ છોડવો કેવી રીતે ઉછરીને વધે તે હું જાણતો ના હોઉં, જો હું તમને ગંદકી અને સુંદર ફૂલ સાથે બતાવીને કહું કે આ બંને સરખા છે તો શું તમે મારી વાત માનશો ખરા? શ્રદ્ધાના ભાવનું પણ આવું જ છે. આવી બધી વાતો તાર્કિકપણે કરી શકાતી નહીં હોવાથી અમે આ બધી વાતો કરતા નથી.
એક વખત એક આરોપી પ્રતિવાદી કોર્ટમાં ગયો. જજે તેને પૂછ્યું તમારો કોઇ વકીલ નથી? પેલા માણસે ના પાડતાં કહ્યું કે તેને જ્યુરીમાં કેટલાક સારા મિત્રો છે. યોગ-સાધનાનું પણ આવું છે. તેમાં તાર્કિકપણે કશું થતું નથી. ચોક્કસ ગઠબંધન માટે ગુરૂની જરૂર પડતી હોય છે. ગુરૂ અને તેમના દ્વારા બંધન વિના તમે જ્યાં છો ત્યાં જ રહો છો. કૂદકો મારીને બીજી બાજુ જઇ શકતા નથી.
– Isha Foundation