લંડનના મેયર તરીકે ચૂંટાયા બાદ સાદિક ખાન સામે સોશિયલ મીડિયા પર 8 વર્ષમાં કુલ 300,000થી વધુ વખત વિશ્વભરમાંથી વંશીય અથવા વંશીય રેસીસ્ટ કોમેન્ટ્સ કરાઇ છે. આશ્ચર્ય એ વાતનું છે કે અમેરિકામાંથી તેમની સામે સૌથી વધુ, યુકેમાંથી બીજા નંબરે અને ભારતના લોકો તરફથી ત્રીજા ક્રમે કોમેન્ટ્સ કરાઇ છે. શહેરના લોકોને સ્વચ્છ હવા મળી રહે તે માટે અલ્ટ્રા લૉ એમિશન ઝોન (U-LEZ)ના વિસ્તારને વિસ્તૃત કરવાની તેમની યોજના બાદ આવા રેસીસ્ટ સંદેશાઓમાં વધારો થયો છે.

ગ્રેટર લંડન ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેબર મેયર સાદિક ખાન સામેનો જાતિવાદી દુર્વ્યવહાર આ વર્ષે ફરી વધવા લાગ્યો છે. 2023માં અત્યાર સુધીમાં લગભગ 11,000 જાતિવાદી સોશિયલ મીડિયા સંદેશાઓ જોવા મળ્યા હતા. જે લગભગ 2022 જેટલા જ હતા.

સોશિયલ મીડિયાના ટ્રોલ દ્વારા યુલેઝનો ઉલ્લેખ કરતા જાતિવાદી અથવા વંશીય દુરુપયોગના સંદેશાઓમાં અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 2023 ના પ્રથમ ત્રણ મહિનામાં લગભગ 200 ટકાનો વધારો થયો છે. તમામ સંદેશાઓમાંથી લગભગ 10 ટકા હવે તેનો સંદર્ભ આપે છે.

સાઉથ અને નોર્થ સર્ક્યુલરની અંદરના રસ્તાઓને સમાવતા યુલેઝ ઝોનમાં વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોના ડ્રાઈવરો પાસેથી દૈનિક £12.50ની ફી લેવાય છે. જેનું વિસ્તરણ કરીને ઓગસ્ટથી આખા ગ્રેટર લંડનનો યુલેઝ ઝોનમાં સમાવેશ કરાશે. હાઈકોર્ટે મંગળવારે પાંચ કન્ઝર્વેટિવ કાઉન્સિલની આગેવાની હેઠળની લંડન કાઉન્સિલ દ્વારા યોજનાને અવરોધવાની માંગ કરતી કાનૂની પડકારની સુનાવણી કરી હતી.

વિશ્લેષણ દર્શાવે છે કે યુલેઝના સંદર્ભમાં 57 ટકા રેસીસ્ટ એબ્યુઝ લંડન બહારથી થયો હતો. રેસીસ્ટ દુરુપયોગ કરનારા મોટા ભાગના લોકોનો હેતુ ખાનના પાકિસ્તાની મુસ્લિમ વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. જેમાં મેયરને શરિયા કાયદા, જેહાદ અથવા “લંડનિસ્તાન” જેવા કીવર્ડ્સ સાથે જોડતા સંદેશાઓ કરાયા હતા.

2016માં જ્યારે તેઓ પ્રથમ વખત મેયર તરીકે ચૂંટાયા ત્યારે તેમના હરીફ કન્ઝર્વેટીવ ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથે વારંવાર ખાનના ધર્મને નિશાન બનાવ્યો હતો. જો કે કેટલાકે તેમની જાહેરમાં જાતિવાદી તરીકે નિંદા કરી હતી.

પૂર્વ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટ્વિટર પર ખાનની નિંદા કર્યા બાદ યુ.એસ.થી મોકલવામાં આવેલા રેસીસ્ટ સંદેશાઓની સંખ્યા યુકે કરતા થોડી વધી ગઇ હતી. 2020માં નોંધપાત્ર ઘટાડો થયો હતો પરંતુ આ વર્ષે ફરીથી તેમાં વધારો થવાનું શરૂ થયું છે. યુલેઝે તેમાં સ્પષ્ટપણે વધારો કર્યો છે.

રેસીસ્ટ એબ્યુઝ સંદેશાઓમાં બીજું પરિબળ ભારત છે, જ્યાંથી એકલા 2019માં લગભગ 17,000 સંદેશાઓ કરાયા હતા. જેને ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પુનઃચૂંટણી અને લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાશ્મીર વિશેના વિરોધને જવાબદાર માનવામાં આવે છે.

સાદિક ખાનને ગયા વર્ષ કરતાં આ વર્ષે ભારતમાંથી વધુ રેસીસ્ટ સંદેશા મોકલવામાં આવ્યા હતા. જે આ 6 મહિનામાં જ 107 ટકા વધ્યા છે. 2016 અને 2018ની વચ્ચે ભારતમાંથી મોકલાતા સંદેશાઓમાં 3થી 5 ટકાનો વધારો થતો હતો. પણ 2019માં તે વધીને 41 ટકા થયો હતો. મોટા ભાગના સંદેશા 15-16 ઓગસ્ટ 2019 ની વચ્ચે કરાયા હતા. તે વખતે ભારતીય હાઈ કમિશનની બહાર પાકિસ્તાનીઓ વિરોધ પ્રદર્શન કર્યા હતા. તે જ વર્ષે મોદી ફરીથી ચૂંટાયા હતા. સાદિકને ગયા વર્ષ કરતાં આ વર્ષે ભારતમાંથી વધુ નિશાન બનાવાયા હતા જેનું પ્રમાણ  6 મહિનામાં 107 ટકા વધ્યુ છે.

LEAVE A REPLY

twenty − nine =