(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

તાજેતરમાં રિલીઝ થયેલી રાધે ફિલ્મની મજાક ઉડાવવા બદલ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને એક્ટર કમાલ આર ખાન સામે મુંબઈ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે. સલમાન ખાનની લીગલ ટીમે કમાલ ખાનને કાનૂની નોટિસ પણ મોકલી છે.

કમાલખાને આ ગતિવિધિને પુષ્ટી આપતા ટ્વીટ કર્યું હતું કે રાધેના રિવ્યૂ માટે સલમાને મારી સામે માનહાનિનો કેસ કર્યો છે, પણ હવે હું સલમાનખાનની કોઈ ફિલ્મનો રિવ્યૂ નહીં કરુ. હું પહેલા પણ કહી ચુકયો છુ કે, કોઈ પ્રોડયુસર અને એક્ટર મને ના પાડશે તો હું તેની ફિલ્મની સમીક્ષા નથી કરવાનો. સલમાનખાને મારા સામે કેસ કર્યો છે. જેનો મતલબ છે કે, તે મારા રિવ્યૂથી ખુશ નથી. એટલે હું હવે તેની ફિલ્મનો ક્યારેય રિવ્યૂ નહીં કરુ.

સલમાન ખાનની ફિલ્મ રાધે રિલિઝ થયા બાદ લોકોએ તેની સોશિયલ મીડિયા પર ભરપેટ મજાક ઉડાવી હતી. નબળી પટકથાના કારણે વિવેચકો તરફથી પણ તેને ખાસ આવકાર મળ્યો નહોતો. જોકે આંકડાના હિસાબે જોવામાં આવે તો આ ફિલ્મની કમાણી સારી હોવાનો દાવો કરવામાં આવે છે