Getty Images)

સલમાન ખાન રિયાલિટી શો ‘બિગ બોસ’ની 14મી સીઝનને હોસ્ટ કરતો જોવા મળશે. ‘બિગ બોસ 14’ સપ્ટેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયામાં શરૂ થશે. શો શરૂ થવાને હજી બે મહિના જેટલો સમય છે. જોકે, અત્યારથી જ આ શોમાં કયા સ્પર્ધકો જોવા મળશે, તેને લઈ અટકળો ચાલી રહી છે.

સૂત્રોના મતે, બે મહિના બાદ સલમાન ખાન ‘બિગ બોસ’નું શૂટિંગ શરૂ કરી દેશે. આ વખતે શોમાં વિવાદાસ્પદ ટિકટોકર્સ તથા યુ ટ્યૂબર્સ પણ જોવા મળે તેમ માનવામાં આવે છે. શોમાં ટીવી સેલેબ્સ વિવિયન દેસેના, નિયા શર્મા તથા બોલિવૂડ એક્ટર અધ્યયન સુમન, સુરભી જ્યોતિ, કરન કુંદ્રા, રાજીવ સેન, આકાંક્ષા પુરી, જસ્મીન ભસીન તથા આંચલ ખુરાનાના નામો ચર્ચાઈ રહ્યાં છે.

જોકે, હજી સુધી એક પણ કલાકારે શોને લઈ કોઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો નથી.નિયા શર્માને છેલ્લાં કેટલાંક સમયથી આ શો ઓફર થતો હોય છે. હાલમાં નિયા શર્મા ‘નાગિન’ સિરિયલમાં જોવા મળે છે. નિયા ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન વુમન લિસ્ટમાં બેવાર સ્થાન પામી ચૂકી છે.