(Photo by Adam Nurkiewicz/Getty Images)

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિરઝા અને તેની ચાઈનીઝ જોડીદાર શુઈ ઝાંગે ચેક રીપબ્લિકમાં યોજાયેલી ઓસ્ટ્રાવા ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલા ડબલ્સનું ટાઈટલ હાંસલ કર્યું હતું. આ બન્નેએ કાઈટલીન ક્રિસ્ટીન અને એરિન રુટલિફને સીધા સેટ્સમાં ૬-૩, ૬-૨થી હરાવ્યા હતા. સાનિયા મિરઝાનું આ સિઝનનું સૌપ્રથમ ટાઈટલ હતુ.સાનિયા અને ઝાંગની જોડી આ સ્પર્ધામાં સેકન્ડ સીડેડ હતી. ફાઈનલમાં બન્નેએ 64 મિનિટના મુકાબલા પછી વિજય નોંધાવ્યો હતો.