આરોરા ગ્રુપની વૃદ્ધિ અને નવીનતા તરફની સફરમાં એક મહત્વપૂર્ણ નવો અધ્યાય માટે અરોરા ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે સંજય અરોરાની નિમણૂક કરવામાં આવી છે.

સંજય આરોરા એક દાયકાથી વધુ સમયથી ગ્રુપ સાથે જોડાયેલા છે અને તેમણે હોસ્પિટાલિટી, રિટેલ, પ્રોપર્ટી અને લેઝર ક્ષેત્રોના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમનું નેતૃત્વ કોવિડ રોગચાળાની ચરમસીમા દરમિયાન તેમના પ્રથમ મોટા બિઝનેસ ડીલ, સેન્ટ જોન્સ વુડ કેર હોમની ખરીદીથી સ્પષ્ટ થયું હતું. ત્યાર બાદ તેઓ બે મોટા શોપિંગ સેન્ટરોની ખરીદી, માર્કેટ લીડીંગ પ્રોપર્ટી ટીમના ડેવલપમેન્ટ અને અત્યાધુનિક બકિંગહામશાયર ગોલ્ફ ક્લબ તૈયાર કરવા સહિતના મુખ્ય સીમાચિહ્નોમાં કેન્દ્રિય રહ્યા છે.

સીઈઓ તરીકે, સંજય ગ્રુપના સતત વિકાસને આગળ વધારવા અને યુકે હોસ્પિટાલિટી અને પ્રોપર્ટી ક્ષેત્રોમાં અગ્રણી ખાનગી બિઝનેસ તરીકે તેની સ્થિતિને મજબૂત કરવા માટે વરિષ્ઠ નેતૃત્વ ટીમ સાથે નજીકથી કામ કરશે.

અરોરા ગ્રુપના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન સુરિન્દર અરોરાએ જણાવ્યું હતું કે “બિઝનેસમાં શરૂઆતથી જ સંજયની સફર જોવી એ મારા માટે ગર્વનો વિષય રહ્યો છે. ઇનોવેશનને આપણા મૂલ્યો પ્રત્યે ઊંડા આદર સાથે જોડવાની તેમની ક્ષમતાનો અર્થ એ છે કે જૂથ સુરક્ષિત હાથમાં છે. હવે આ તબક્કો આગામી પેઢીનો છે, જે આપણા મૂળને માન આપે છે અને નવી ક્ષિતિજો તરફ હિંમતભેર પહોંચે છે.”

નિમણૂક બાબતે સંજય અરોરાએ કહ્યું હતું કે “ગ્રુપની સફરમાં આવા ઉત્તેજક સમયે સીઈઓની ભૂમિકા નિભાવવી એ એક વિશેષાધિકાર છે. હું અમારા વારસાને આગળ વધારવા, અસાધારણ અનુભવો પહોંચાડવા અને સતત વિકાસ માટે નવી તકો મેળવવા સમગ્ર બિઝનેસમાં અમારી પ્રતિભાશાળી ટીમો સાથે કામ કરવા આતુર છું.”

LEAVE A REPLY