ANI_20230112052
બોલીવૂડમાં એવા ઘણા કાલાકાર છે જેમની જોડી લોકપ્રિય બની હોય. જોકે, ફિલ્મમાં બે હીરો હોવા છતાં બંને હીરો દ્વારા ફિલ્મ સુપરડુપર હિટ થાય છે. આ જોડીમાં સંજય દત્ત-ગોવિંદા, સલમાન-શાહરુખ, રિતિક-ટાઈગર કે પછી અનિલ કપૂર-જેકી શ્રોફનો સમાવેશ થાય છે.
જોકે, આ બધાની ઉંમર લગભગ સરખીછે, પરંતુ બોલિવૂડમાં હવે એવી જોડી પણ કામ કરી રહી છે જેમની ઉંમરનો તફાવત ઘણો વધુ છે. આ જોડીમાં હવે સંજય દત્ત અને ટાઈગર શ્રોફનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ ફિરોઝ નડિયાદવાલા એક કોમિડી, એક્શન અને મ્યુઝિકલ ફિલ્મ- ‘માસ્ટર બ્લાસ્ટર’નું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યા છે! નોંધનીય છે કે, ફિરોઝ નડિયાદવાલા એક્શન-કોમેડી ફિલ્મોના નિર્માણ માટે ખાસ જાણીતા છે. આ ફિલ્મમેકરે હેરાફેરી, ફિર હેરાફેરી, આવારા પાગલ દિવાના અને વેલકમ જેવી ફ્રેન્ચાઈઝી ફિલ્મનું સમર્થન કર્યું છે. હવે તેઓ ફરીથી એક્શન-કોમેડી પ્રકારની ફિલ્મો બનાવવા આતુર છે.

LEAVE A REPLY

two × 1 =