(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડમાં યુવા અભિનેત્રી તરીકે સારા અલી ખાને સ્થાન બનાવી લીધું છે. સુશાંત સિંહ સાથેની ફિલ્મ કેદારનાથથી લઇને ધનુષ સાથે અતરંગી રે સુધીની અલગ-અલગ પ્રકારની ફિલ્મો સારાએ કરી છે. સારાના અભિનયના દરેક ફિલ્મમાં વખાણ થયા છે.

અભિનય ઉપરાંત સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પણ સક્રીય રહીને ચાહકોને સાથે જોડાયેલી રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સારા અલી ખાનને આઝાદીના સમયના 1942ના ભારત છોડો આંદોલન આધારિત ફિલ્મમાં ફાઈનલ કરાઈ છે. ભારત છોડો આંદોલન પર આધારિત આ પિરિયડ ફિલ્મનું ડાયરેક્શન કાનન અય્યર કરશે, જેમણે અગાઉ એક થી ડાયનનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ રકરાઈ છે અને તેને થીયેટરના બદલે સીધી એમેઝોન પ્રાઈમ પર રિલિઝ કરવામાં આવશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાનું કહેવાય છે. સારા અલી ખાન વિકી કૌશલ સાથેની ફિલ્મ ધ ઈમમોર્ટલ અશ્વત્થામામાં જોવા મળશે, જેના દિગ્દર્શક આદિત્ય ધર રહ્યા છે. આ ઉપરાંત લક્ષ્મણ ઉટેકરની એક ફિલ્મમાં પણ તે વિકી કૌશલ સાથે જોવા મળશે.