(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

મોટા બજેટની એક્શનથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે જાણીતા રોહિત શેટ્ટીએ હવે વેબસીરિઝ પર હાથ અજમાવ્યો છે. રોહિત શેટ્ટી એમેઝોન પ્રાઈમ માટે એક્શન સીરિઝ બનાવી રહ્યા છે. ઈન્ડિયન પોલીસ ફોર્સ સિરિઝમાં અગાઉ સિદ્ધાર્થ મલહોત્રા અને શિલ્પા શેટ્ટીની પસંદગી થઇ હતી. હવે, તેમાં વિવેક ઓબેરોયનો પણ સમાવેશ થયો છે. હાલ આ સિરિઝનું શૂટિંગ ચાલી રહ્યું છે. વિવેકે પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, બેસ્ટ ફોર્સમાં જોઈન થયો છું, ઈન્ડિયન પોલીસ ફોર્સ અને રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં સુપર કોપ છું. હીરોઈઝમ ઈન ખાખી હેશટેગ સાથે આ પોસ્ટ સિદ્ધાર્થ મલહોત્રા અને શિલ્પા શેટ્ટી સાથે પણ શેર કરી હતી. રોહિત શેટ્ટીની આ સીરિઝ 8 એપિસોડમાં એમેઝોન પ્રાઈમ પર દર્શાવવામાં આવશે. અત્યારે મુંબઈમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે.