Satinder Sartaaj

પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર, અભિનેતા અને કવિ સરતિન્દર સરતાજે યુકેની સોલ્ડ ટૂર પહેલા સ્ટાફ અને વિદ્યાર્થીઓને મળવા અને વાતો કરવા બર્મિંગહામ સિટી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

ઇન્ટરીમ પ્રિન્સિપાલ ડૉ. શર્લી થોમ્પસન સાથે £57 મિલીયનના અત્યાધુનિક રોયલ બર્મિંગહામ કન્ઝર્વેટરીની ટૂર બાદ, સૂફી સુપરસ્ટારે કન્ઝર્વેટરી અને સ્કૂલ ઑફ મીડિયાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ તથા સમગ્ર દેશમાંથી આવેલા મહેમાનો સાથે ખાસ પ્રશ્નોત્તરીમાં ભાગ લઇ યુનિવર્સિટી અને રાજકારણ, બેંકિંગ અને સંગીતની દુનિયા વિશે વાતો કરી હતી.

બ્રિટ એશિયા ટીવીના પ્રેઝન્ટર રાજ શોકર અને બર્મિંગહામ સિટી યુનિવર્સિટી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના વિદ્યાર્થી કોરીન સ્ટુઅર્ટની આગેવાની હેઠળ, સત્રમાં સરતાજના નવીનતમ મ્યુઝિક વીડિયોનું સ્ક્રીનિંગ પણ દર્શાવવામાં આવ્યું હતું.

રોયલ આલ્બર્ટ હોલમાં બ્રિટિશ-ભારતીય મૉડલ અને વિટિલિગો પ્રચારક જસરૂપ સિંઘ પર ફિલ્માવવામાં આવેલો સૌપ્રથમ મ્યુઝિક વિડિયો ‘નાદન જેહી આસ’ના 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

સતીન્દર સરતાજની મુલાકાત બર્મિંગહામ સિટી યુનિવર્સિટીના ભારત સાથે સાંસ્કૃતિક, વ્યાપારી, રાજકીય અને શૈક્ષણિક સંબંધોને વધુ વિકસાવવા માટેના ચાલુ કાર્યનો એક ભાગ બની હતી.

સતીન્દર સરતાજે પંજાબ યુનિવર્સિટીમાંથી સૂફી સંગીતમાં પીએચડી કર્યું છે. સરતાજે ગાયક, ગીતકાર અને કવિ તરીકે કારકિર્દી શરૂ કરી, પંજાબી સંગીત અને બોલિવૂડની સંખ્યાબંધ ફિલ્મોમા ગાયક તરીકે યોગદાન આપ્યું છે. 2017માં ‘ધ બ્લેક પ્રિન્સ’માં મહારાજા દુલીપ સિંહ તરીકેનો રોલ કર્યો હતો.

માનવ તસ્કરી સામેની લડત માટે ભંડોળ એકત્ર કરવામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા સરતાજની સિદ્ધિઓ માટે તેઓ એ.આર. રહેમાન, સોનુ નિગમ, ક્વિન્સી જોન્સ અને પ્રમુખ જિમી કાર્ટર જેવા સાંસ્કૃતિક રાજવીઓ સાથે જોડાયા છે.