પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનમાં નવા પ્રકારનો કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી સાઉદી અરેબિયાએ એક સપ્તાહ માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ રવિવારે બંધ કરી હતી. સાઉદી અરેબિયાએ જમીન અને દરિયાઈ માર્ગે પ્રવેશ પર પણ બંધ કર્યો છે.

સાઉદી અરેબિયાની સત્તાવાર પ્રેસ એજન્સીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા એક સપ્તાહ માટે અપવાદજનક કિસ્સાને બાદ કરતાં તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હંગામી ધોરણે બંધ કરે છે. આ સમયને વધુ એક સપ્તાહ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. જમીન અને દરિયાઈ માર્ગે પ્રવેશને પણ એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિટનની સરકારે નવા પ્રકારનો વાઇરસ અંકુશ બહાર ગયો હોવાની ચેતવણી આપ્યા બાદ યુરોપના કેટલાંક દેશોએ રવિવારે બ્રિટનથી ટ્રાવેલ પર પ્રતિબંધ મૂક્યો હતો.