બંગાળી એક્ટર સૌમિત્ર ચેટરજીનો 29 એપ્રિલ 2011નો ફાઇલ ફોટો ((PTI Photo)

જાણીતા બંગાળી એકટર સૌમિત્ર ચેટરજીનું લાંબી બિમારી બાદ રવિવારે નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લાઇફ સિસ્ટમ સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા હતા. છેલ્લે 15 નવેમ્બરના રોજ બપોરે 12:15 કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા છે.

સૌમિત્ર ચેટરજી કોરોના પોઝિટિવ થયા બાદ તેમને 6 ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે 1559માં ફિલ્મ અપૂર સંસારથી પોતાની કરીયરની શરુઆત કરી હતી. સૌમિત્રએ ઓસ્કાર વિનિંગ ડાયરેક્ટર સત્યજીત રે સાથે 14 ફિલ્મોમાં કામ કર્યુ છે. 2012માં મનોરંજન ઉદ્યોગનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો હતા. ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો અને 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટરજીખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ ‘અપૂર સંસાર’થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ ‘નિરૂપમા’ તથા ‘હિન્દુસ્તાની સિપાહી’ હતી. હિંદીમાં તેમણે ‘સ્ત્રી કા પત્ર’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ ‘સાંજબાતી’માં દેખાયા હતા.