તસવીર સૌજન્યઃ જો બિડેન ફેસબુક પેજ

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેન અને તેમને ડેપ્યુટી કમલા હેરિસે દીપાવલીના પર્વ નીમિત્તે વિશ્વમાં દિવાળી ઉજવતા તમામ લોકોને શુભકામના પાઠવી હતી.

બિડેન ટ્વીટર પર જણાવ્યું હતું કે અમેરિકા, ભારત અને વિશ્વમાં દિવાળીની ઉજવણી કરી રહેલા તમામ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ લોકોને દિવાળીની શુભકામના. તમારુ નવું વર્ષ આશા, ખુશી અને સમૃદ્ધિથી સમૃદ્ધ બને તેવી શુભકામના. સાલ મુબારક. દિવાળી આપણને આશા અને સપનાના પ્રકાશની યાદ અપાવે છે. આગામી વર્ષે તમારી સાથે રૂબરુમાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની અમે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસે પણ ટ્વીટ કર્યું હતું કે હેપ્પી દિવાળી અને સાલ મુબારક. વિશ્વમાં દિવાળીની ઉજવણી કરી તમામ લોકોને સુરક્ષિત, આરોગ્યમય અને ખુશખુશાલ નવા વર્ષની શુભકામના.