SBI UK introduced 50 percent loan to value product
A branch of the State Bank of India, in King Street, London. iStock image

યુકેની સૌથી મોટી ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડે એનર્જી એફિશીયન્ટ રિયલ એસ્ટેટને ટેકો આપવા માટે ‘A’ અથવા ‘B’ EPC રેટીંગ ધરાવતી મિલકતની ખરીદી અથવા રીમોર્ગેજ કરી રહેલા અરજદારો માટે ગ્રીન મોર્ગેજ પ્રોડક્ટ્સની શ્રેણીની જાહેરાત કરી છે.

પેરિસ કરારમાં નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવા માટેની આ પહેલ ઓછા ઉત્સર્જન-આવાસને પ્રોત્સાહન આપવા માટે ચાવીરૂપ છે અને તેથી ક્લાયમેટ ચેન્જની અસર ઘટાડી શકાશે.  આ પ્રોડક્ટ લિમિટેડ કંપની, SPV’s, HMO’s અને Ex-Pats સહિત તમામ લાયકાત ધરાવતા SBI UK મોર્ગેજ અરજદારો માટે ઉપલબ્ધ હશે. લાયકાત ધરાવતા અને 75 ટકા LTV ઉપલબ્ધ હોય તેવા ગ્રાહકોને વ્યાજના દર પર  0.10 ટકા રેટ ડિસ્કાઉન્ટ ઓફર કરશે.

બેંક યુકેમાં 100 વર્ષની કામગીરી પૂર્ણ કરી રહી છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા UK (SBI UK) આ વર્ષે તેની શતાબ્દીની ઉજવણી કરી રહી છે. બેન્કે સમગ્ર દેશમાં 12 રિટેલ શાખાઓ સુધી વિસ્તરણ કર્યું છે.

SBI UK ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજય પાંડે કહે છે કે “SBI (UK) લિમિટેડ પોતાની રીતે પર્યાવરણનું રક્ષણ કરવા માટે કામ કરી રહી છે અને ગ્રીન મોર્ગેજની રજૂઆત તેના ઘણા પગલાઓમાંથી એક છે.  SBI (UK) આશા રાખે છે કે અમારા ગ્રાહકોને તેમના ઊર્જા કાર્યક્ષમ ઘરો માટે પુરસ્કાર આપીને અને નવી મિલકતની ખરીદી કરતી વખતે પર્યાવરણીય અસરને ધ્યાનમાં લેવા પ્રોત્સાહિત કરીને, અમે અમારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં અમારી ભૂમિકા ભજવી શકીશું.’’

SBI UK ની ગ્રીન પ્રોડક્ટ રેન્જની વિગતો તેમની મધ્યસ્થી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.