ફોટો સૌજન્યઃ Facebook @imBhupendrasinh

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે ખાનગી ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની પણ મંજૂરી આપી છે. જોકે સ્કૂલોએ કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. એ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

રાજ્યમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો થતા છેલ્લાં વર્ષની કોલેજો શરૂ કરવામાં આવી હતી. ધો.10 અને 12માં સ્કૂલો ખોલવાના નિર્ણયનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાની સ્થિતિ પણ સુધરી રહી છે.

દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજૂઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે