Number of Indian students in US increased, Chinese decreased
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

શાળામાં વિદ્યાર્થીઓની હાજરી સુધારવા માટે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઝુંબેશ ચલાવવામાં આવશે. શાળામાં હાજરી આપવા માટે સંઘર્ષ કરતા બાળકો ધરાવતા પરિવારોને મદદ કરવા માટે આગામી 3 વર્ષમાં એટેન્ડન્સ મેન્ટોર પાયલોટ પ્રોગ્રામને વિસ્તારવા માટે £15 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. તો  શાળાઓમાં હાજરી આપવાના મહત્વ બાબતે માતા-પિતા માટે રાષ્ટ્રીય માર્કેટિંગ ઝુંબેશ શરૂ કરાશે જે હાજરી સુધારવામાં મદદ કરશે.

શાળામાં સમય વધારવા માટે પરિવારો અને વિદ્યાર્થીઓને અનુરૂપ સહાયની શ્રેણી પૂરી પાડતા એટેન્ડન્સ હબના મોટા વિસ્તરણના ભાગરૂપે 10 લાખથી વધુ બાળકો અને યુવાનોને નિયમિત શિક્ષણમાં મદદ કરાશે.  આ માટે 6 પ્રદેશોમાં 18 નવા એટેન્ડન્સ હબ્સ હશે, જેની કુલ સંખ્યા 32 કરાશે અને લગભગ 2,000 શાળાઓને સતત ગેરહાજરીનો સામનો કરવામાં મદદ મળશે.

આ પ્રોગ્રામ 10,000 થી વધુ સતત અને ગંભીર રીતે ગેરહાજર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સીધો સઘન સહાય પ્રદાન કરશે. આ પ્રોગ્રામ સપ્ટેમ્બર 2024 થી વધુ 10 વિસ્તારોમાં કામ કરતા ટ્રેઇન્ડ એટેન્ડન્સ માર્ગદર્શકોને જોશે. આ વિસ્તારો બર્નાર્ડો સાથેના હાલના પાયલોટ પ્રોગ્રામ ઉપરાંતનો છે જે મિડલ્સબરો, ડોન્કાસ્ટર, નોસ્લી, સેલ્ફર્ડ અને સ્ટોક ઓન ટ્રેન્ટમાં પહેલેથી જ કાર્યરત છે.

LEAVE A REPLY

ten − two =