class 9 to 12 27 hours of education per week is compulsory
(istockphoto)

ગુજરાતમાં ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો ૧૧મી જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ સરકાર હવે ધો.૯ અને ૧૧ના વર્ગો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાલુ કરવાની વિચારણા કરી રહી છે. સરકારે પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ આ સમયગાળામાં ચાલુ કરે તેવી શક્યતા છે.

આ અંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે ધો.૧૦-૧૨ના વર્ગો શરુ કર્યા બાદ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને સંખ્યા વધી રહી છે તેમજ કોરોનાના કેસો સાવ ઘટી ગયા છે, જેથી ફેબુ.માં ધો.૯-૧૧ના વર્ગો શરુ કરાશે, પરંતુ અંતિમ નિર્ણય ૨૭મીએ મળનારી કેબિનેટની મીટિંગમાં લેવાશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે સુધરતી જાય છે. કોરોના કેસો ઘટવા સાથે રીકવરી રેટ વધતો થાય છે અને મૃત્યુ દર પણ હવે નહિવત બરોબર છે ત્યારે અન્ય તમામ ક્ષેત્રો સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ હવે ન્યુ નોર્મલનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે.

સરકારે ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો સાથે છેલ્લા વર્ષની કોલેજો અને પીજીની તમામ સેમેસ્ટરની કોલેજો ૧૧મી જાન્યુઆરીથી શરુ કરી દીધી છે. સરકારી ઉપરાંત ખાનગી કલાસીસોને ચાલુ કરવાની મંજૂરી આપવાની પણ વિચારણા ચાલી રહી છે.