નાગરિક્તા સુધારા કાયદા (સીએએ) વિરૂદ્ધ દિલ્હીમાં શાહિનબાગ ખાતે છેલ્લા 50 દિવસથી દેખાવો થઈ રહ્યા છે. શાહિનબાગના આ દેખાવકારનો સૃથળ પરથી હટાવવા માટે શનિવારે એક યુવકે ગોળીબાર કર્યો હતો.

આ ઘટનાના બીજા જ દિવસે હવે દેખાવકારો સામે સૃથાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે ‘જય શ્રી રામ’, ‘વંદેમાતરમ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ, સીએએ વિરૂદ્ધના દેખાવોમાં રાજકારણ ભળતાં અહીં લોકો સામે લોકોનો સંઘર્ષ શરૂ થઈ ગયો.

સૃથાનિક લોકોના એક જૂથે નોઈડાને કાલિંદીકૂંજ સાથે જોડતા રસ્તા પરના અવરોધો દૂર કરવાની માગ કરતાં દિલ્હીના શાહીનબાગમાં સીએએ વિરોધી ધરણાં સૃથળ નજીક રવિવારે દેખાવો કર્યા હતા. પરિણામે દેખાવકારો અને સૃથાનિક લોકો આમને-સામને આવી જતાં સિૃથતિ ઘણી તણાવપૂર્ણ બની ગઈ હતી.

સિૃથતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે દેખાવકારોએ નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ એક મહિના કરતાં વધુ સમયથી ધરણાં પર બેઠેલા લોકોને રસ્તો ખાલી કરવા કહ્યું હતું, કારણ કે તેમના દેખાવોના કારણે સૃથાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દેખાવકારોને શાહીનબાગમાંથી ખસેડવા માટે સૃથાનિક લોકોએ કોર્ટનો પણ આશરો લીધો હતો. પરંતુ દેખાવકારો સૃથળ પરથી હટયા નહોતા. આથી રવિવારે અંદાજે 100થી 150 લોકોનું એક ટોળું શાહીનબાગ પહોંચ્યું હતું અને તેમણે ‘જય શ્રી રામ’, ‘વંદેમાતરમ્’ અને ‘ખાલી કરાઓ શાહીનબાગવાળાને’ જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો.

એક સૃથાનિક રહેવાસી રેખા દેવીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે રસ્તો ખાલી કરવામાં આવે. દેખાવકારો છેલ્લા 50 દિવસથી ધરણાં પર બેઠા છે. તેમના કારણે અમને લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. અમારા બાળકો સ્કૂલ જઈ શકતા નથી, કારણ કે રસ્તો બંધ થઈ ગયો છે.

પોલીસે કહ્યું કે રવિવારે આ 52 લોકોની અટકાયત કરી છે અને તેમને ટૂંક સમયમાં જ છોડી દેવાશે. શાહીનબાગમાં શનિવારે 25 વર્ષીય એક યુવાને હવામાં ગોળીબાર કર્યા પછી તેની ધરપકડ કરાઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. દિલ્હીની કોર્ટે ગોળીબાર કરનાર કપિલ ગુજ્જરને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કપીલને અિધક ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો.

બીજીબાજુ દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં સિૃથતિ કથળતાં ચૂંટણી પંચે ડીસીપી ચિન્મય બિસ્વાલને હટાવી દીધા છે અને તેમના સૃથાને કુમાર ઘનશ્યામની નિમણૂક કરી છે. જામિયા નગર અને શાહિનબાગમાં યુવાનો દ્વારા બે દિવસમાં ગોળીબારની બે ઘટનાઓ બનતાં બિસ્વાલને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.