Bollywood Badshah is a great artist

બોલીવૂડમાં બાઝીગર, કિંગ ખાન, બાદશાહ વગેરે ઉપનામથી ઓળખાતા શાહરુખ ખાનના ચાહકો તો વિશ્વભરમાં છે, તેના પર સંપૂર્ણ કુરબાન થવા માટે પણ તેઓ તૈયાર હોય છે. શાહરુખ ખાને અત્યાર સુધીમાં અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને ઘણી સાથે ફિલ્મી રોમાન્સ પણ કર્યો છે. ફિલ્મોમાં શાહરુખની ઘણી અભિનેત્રીઓ સાથે જોડી પણ હીટ રહી છે, જોકે કિંગ ખાન સાથે બોલીવૂડની પાંચ અભિનેત્રીઓ એવી છે, જેની સાથે તેની ગાઢ મિત્રતા રહી છે. શાહરુખ ગમે ત્યારે ફોન કરે ત્યારે આ પાંચેય અભિનેત્રીઓ તેના માટે ખડેપગે ઊભી રહેવા તૈયાર હોય છે. આ કોઈ અતિશયોક્તિ નથી, પણ હકીકત છે તેવું કહેવાય છે.

કાજોલ: ફિલ્મોમાં શાહરુખ ખાન અને કાજોલની જોડી સૌથી વધુ હીટ છે. આ બંનેએ કેટલીય સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં સૌથી હીટ ફિલ્મ છે, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’. તેઓ ફિલ્મોની સાથે અંગત જીવનમાં પણ ગાઢ મિત્રો છે. ઘણાં પ્રસંગોમાં આ બંને કલાકાર સાથે નજરે પડે છે. આ સાથે જ આ બંને કલાકારોએ એકબીજા પ્રત્યેની મિત્રતા અને સન્માનને જાહેરમાં જણાવ્યા છે.

જુહી ચાવલા: શાહરુખ અને જુહી ચાવલાએ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘યસ બોસ’, ‘ડુપ્લિકેટ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ડર’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આમ પણ બંને ગાઢ મિત્રો પણ અને બિઝનેસ પાર્ટનર પણ છે. જુહી શાહરુખ ખાનની આઈપીએલ ટીમ ‘કોલકાતા નાઈટ ટાઈડર્સ’માં ઇન્વેસ્ટર પણ છે.

દીપિકા પદુકોણ: દીપિકા પદુકોણે પોતાની ફિલ્મી કરીઅરનો પ્રારંભ ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ સાથે કર્યો હતો. એ ફિલ્મમાં દીપિકા સાથે શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં બંનેની જોડી હીટ નીવડી હતી. આ પછી બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દરમિયાન બંને વચ્ચે પાક્કી મિત્રતા જામી ગઈ. કેટલીય મુલાકાતોમાં બંને જણા જણાવી ચુક્યા છે કે અમે બંને એકબીજાના ગાઢ મિત્રો છીએ.

ફરાહ ખાન: બોલીવૂડમાં ફરાહ ખાન સારી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર પણ છે. તેમણે સુપરહીટ ફિલ્મો દિગ્દર્શિત પણ કરી છે. ફરાહ-શાહરુખ વચ્ચે ગાઢ મિત્રતા છે. જોકે, એકવાર બંને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી, પણ હવે બંને વચ્ચે પહેલા જેવી મિત્રતા થઈ ગઈ છે.

રાની મુખરજી : શાહરુખ ખાનના મિત્રોમાં રાની મુખરજીનું નામ પણ આવે છે. તે બંનેએ ઘણી હીટ ફિલ્મો આપી છે. એ જ રીતે વાસ્તવિક જીવનમાં બંને સારા મિત્રો છે.