કોરોના વાયરસે 2020ની બોક્સ ઓફિસ કલેક્શન પર ભારે અસર કરી છે. 2020માં ઈદ પર બે સુપર સ્ટારની ફિલ્મો રિલીઝ થવાની હતી. આ બાબતે તેમના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ હતો. જેમાં સલમાન ખાનની રાઘે અને અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ ફિલ્મ ખાસ ચર્ચામાં હતી. પરંતુ કોરોના વાયરસના લૉકડાઉનને કારણે બંને તહેવાર હંમેશા બોક્સ ઓફિસ માટે જબરદસ્ત કમાણી કરાવનારો રહ્યો છે. વર્ષ 2009માં વોન્ટેડ ફિલ્મ બાદ સલમાન ખાને દર વર્ષે ઈદના તહેવાર પર પોતાની ફિલ્મ રીલિઝ કરી છે. તેમજ હવે ઈદના દિવસે દર્શકોને સલમાન ખાનની ફિલ્મની રાહ હોય છે. જેવી રીતે ક્રિસમસ આમિર ખાન માટે ફિલ્મ રિલિઝ કરવાનો તહેવાર છે, તેવી જ રીતે ઈદ સલમાન ખાનની ફિલ્મ રીલિઝ કરવા માટેનો તહેવાર છે એવું તેમના ચાહકોમાં વારંવાર ચર્ચાઈ રહ્યું છે. ઈદ પર રિલિઝ થયેલી દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરાવનારી સાબિત થઈ છે. છેલ્લા 10 વર્ષમાં માત્ર એક વર્ષ એવું રહ્યું છે જેમાં સલમાન ખાનના સ્થાને શાહરૂખ ખાનની ફિલ્મ રીલિઝ થઈ હતી. અહીં છેલ્લા 10 વર્ષમાં ઈદના તહેવાર પર રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ પણ જોવા જેવો છે.
વોન્ટેડઃ- 2009માં રિલીઝ થયેલી સલમાનખાનની ફિલ્મ વોન્ટેડ ફિલ્મે બોક્સ ઓફિસ પર 61 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું હતું.
દબંગઃ- 2010માં સલમાનની દબંગ ફિલ્મે 140 કરોડની કમાણી કરી હતી તેમજ તે બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે ચર્ચામાં હતી.
બોડીગાર્ડઃ- 2011માં સલમાનખાને બોડિગાર્ડ ફિલ્મ ઈદના દિવસે રીલિઝ કરી હતી. જેમાં તેની સાથે કરીના કપૂરે કામ કર્યું હતું. આ ફિલ્મ 148 કરોડની કમાણી કરીને સુપરહિટ સાબિત થઈ હતી.
એક થા ટાઈગરઃ- 2012માં સલમાને એક થા ટાઈગર ફિલ્મ બનાવી હતી. કેટરીના કેફ સાથે સલમાને આ ફિલ્મમાં જબરદસ્ત અભિનય કર્યો હતો. આ ફિલ્મ 198 કરોડની કમાણી કરી ગઈ હતી.
ચેન્નાઈ એક્સપ્રેસઃ- દર વખતે ઈદ પર સલમાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે પણ 2013માં શાહરૂખખાનની ફિલ્મ સૌને ચોંકાવી દીધાં હતાં. આ ફિલ્મનું નામ હતું ચેન્નાઈ એક્સપ્રેસ. જેમાં દિપીકા પાદુકોણ સાથે શાહરૂખે અભિનય કર્યો હતો. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે 227 કરોડની છપ્પરફાડ કમાણી કરી હતી.
કીકઃ- સલમાન ખાને 2014માં જેકલીન ફર્નાન્ડિઝ સાથે કીક ફિલ્મ બનાવી હતી. અને તે સમયે પ્રથમવાર સલમાનની ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી.
બજરંગી ભાઈજાનઃ- 2015માં ઈદ સલમાનને સૌથી વધુ ફળી હતી. તેની બજરંગી ભાઈજાન નામની ફિલ્મ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી.
સુલ્તાનઃ- 2016માં અનુષ્કા શર્મા સાથે સલમાને સુલતાન ફિલ્મમાં પહેલવાનનો રોલ પ્લે કર્યો હતો. તેમજ આ ફિલ્મ પણ 300 કરોડની ક્લ્બમાં સામેલ થઈ હતી અને ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ ઝફર હતાં.
ટ્યૂબલાઈટઃ- 2017માં સલમાનની ફિલ્મ કંઈ ખાસ મેળવી શકી નહોતી કારણ કે ફિલ્મની સ્ટોરી ખૂબજ નબળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર માત્ર 111 કરોડની કમાણી કરી હતી.
રેસ-3 – 2017માં નુકસાન કર્યા બાદ સલમાને 2018ની ઈદ પર રેસ-3 ફિલ્મ બનાવી અને આ ફિલ્મે 150 કરોડની કમાણી કરી એવરેજ રહી હતી.
ભારતઃ- 2019માં ઈદના તહેવાર પર સલમાને ભારત નામની ફિલ્મ બનાવી જેમાં તેની સાથે કેટરીના કૈફે અભિનય કર્યો હતો. આ ફિલ્મે એ સમયે 205 કરોડની કમાણી કરી હતી.