એમપી શૈલેષ વારાએ પોતાના મતવિસ્તારમાં નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના શહેર પીટરબરોના હિન્દુઓ સાથે સંસદમાં દિવાળી ઉજવી હતી. આ મહત્વપૂર્ણ અવસર પર મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી.

સ્વાગત બાદ, શ્રી વારાએ કહ્યું હતું કે “આ ખૂબ જ મહત્વપૂર્ણ હિંદુ તહેવાર માટે મારા સ્થાનિક હિંદુ સમુદાયના સભ્યોને સંસદમાં આવકારતા મને ખૂબ જ આનંદ થયો છે. દુષ્ટતા પર સારપની જીત અને અંધકાર પર પ્રકાશના વિજયનો સંદેશ વિશ્વની આજની તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ યોગ્ય છે.”

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી જમણે પહેલી હરોળમાં આશિષ પાઠક, બીના પંખાનિયા અને નાગસાયન પુપ્પલા. પાછળની હરોળમાં રજની રેડ્ડી, જયશ્રી મહેતા, રમણીક મશરૂ, ભારત હિન્દુ સમાજના પ્રમુખ કિશોર લાડવા, અમિત મહેતા, શૈલેષ વારા, એમપી, વિશાલ વિચારે અને ડૉ સુભાષ કંડિકટ્ટ નજરે પડે છે.

LEAVE A REPLY

two + 20 =