પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વેસ્ટ લંડનના હાઉન્સલોમાં ચેનલ ક્લોઝ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન 12 નવેમ્બરના રોજ લાગેલી આગમાં સીમા રાત્રા અને તેના ત્રણ બાળકો – રિયાન, શનાયા અને આરોહી તથા ઘરે આવેલા મહેમાન નળી કુલ 6 લોકો મૃત્યુ પામ્યા હતા. આગમાંથી બચવામાં સફળ રહેલા સીમાના પતિ અરોન કિશન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ફાયફાઇટરને એક અન્ય મહેમાનનો મૃતદેહ મળી આવ્યો છે. પણ પોલીસે જણાવ્યું હતું કે આ મૃત્યુ અંગે તેમની પાસે કોઇ ખુલાસો નથી. મેટ્રોપોલિટન પોલીસ અને લંડન ફાયર બ્રિગેડ સંયુક્ત રીતે આગના કારણની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ તપાસ યોગ્ય સમયે થશે અને સંબંધિત તમામના પરિવારજનોને સમર્થન આપવામાં આવી રહ્યું છે. આગને કાબૂમાં લેવા માટે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટર્સને બોલાવાયા હતા. આગમાં મિડ-ટેરેસ હાઉસનો ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ નાશ પામ્યો હતો અને છતનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.

LEAVE A REPLY

seven − 1 =