Shailesh Vara MP

એમપી શૈલેષ વારાએ હાઉસ ઓફ કોમન્સ ખાતે ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (INSA) સ્ટુડન્ટ લીડરશીપ સમિટમાં ભારતીય વિદ્યાર્થી નેતાઓને મળ્યા હતા અને બ્રિટનના પ્રથમ હિંદુ સાંસદ બનવા સુધીની તેમની રાજકીય સફર તેમજ હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રથમ વંશીય લઘુમતી પ્રધાન તરીકેની વાત કરી હતી.

INSA સ્ટુડન્ટ લીડરશીપ સમિટ એ વિદ્યાર્થી નેતાઓ, વિદ્યાર્થી સંઘના પ્રતિનિધિઓ અને મહેમાનો માટે UKમાં ઉચ્ચ શિક્ષણમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સકારાત્મક ભવિષ્યની ચર્ચા કરવા અને તેને આકાર આપવાનું એક મંચ છે.

શ્રી વારાએ ભારતીય વિદ્યાર્થીઓ માટેના વિઝા, યુકે-ભારત સંબંધો, તેમજ ભારતીય વિદ્યાર્થીઓ રાજકીય પ્રક્રિયામાં કેવી રીતે વધુ વ્યસ્ત બની શકે તે અંગેના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા.

LEAVE A REPLY

3 × 1 =