Getty Images)

સોશિયલ મીડિયા પર જાહેર થઇ ગયેલા વીડિયોમાં જણાયું છે કે, શાંઘાઇના નાગરિકો ચીનની ઝીરો કોવિડ પોલીસીના કારણે અભૂતપૂર્વ રીતે ઉપેક્ષા, ખરાબ વર્તન અને શોષણનો સામનો કરી રહ્યા છે, આ ઉપરાંત તેમની સાથે માનવાધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે તેની ખાતરી પણ વીડિયોથી થઇ છે.
અમેરિકાસ્થિત મેગેઝિન-નેશનલ રીવ્યુના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘મહામારીને અટકાવવા’ના નામે સામ્યવાદી ચીનની સરકારનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. આ વીડિયોમાં ચીનની બિનઅસરકારક સરકારની ખામીઓ પણ બહાર આવી છે.
સોશિયલ મીડિયામાં જાહેર થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, પ્રેસિડેન્ટ જિનપિંગના અધિકારીઓ સફેદ મેડિકલ આઇસોલેશન ગાઉનમાં લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે, તેમને લઇ જઇ રહ્યા છે અથવા તો તેમના દરવાજા પર વેલ્ડીંગ કરીને તેને બંધ કરી રહ્યા છે. આવા લાખ્ખો લોકોની હંગામી ક્વોર્ન્ટાઇન કેમ્પમાં અટકાયત કરવામાં આવી હતી.
મહામારી અંગેના આ કથિત નિયમોથી શાંઘાઈના લોકોને ખૂબ જ યાતના ભોગવવી પડી હતી. મહિલાઓ, પુરૂષો, વયસ્ક લોકો અને બાળકોને અપૂરતા ભોજન અને અન્ય પાયાની જરૂરિયાતોની અછત સાથે એક જ છત નીચે એકસાથે ભીડમાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું હતું.
ચીનની સરકાર દ્વારા કરવામાં આવેલી ક્રૂરતાને કારણે લોકોમાં તેમના રાજકીય અને નાગરિક અધિકારો અંગે જાગૃતિ આવી છે. માત્ર શાંઘાઈમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લોકો હવે પોતાના અને તેમના સમુદાયોના હિત માટે બોલી રહ્યા છે.
ચીનની સરકારની નિર્દયતાને કારણે ઘણા લોકોએ તેમના અધિકારો માટે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ‘વોઈસ ઓફ એપ્રિલ’ નામના આ વીડિયોમાં શાંઘાઈના રહિશોની ઝીરો કોવિડ પોલીસી હેઠળ તેમની અનેક વેદનાને દર્શાવવામાં આવી છે.
આ વીડિયો વાયરલ થયો હતો અને તેનાથી ચીને પોતાના નાગરિકો પર થઇ રહેલા દમનને ઉજાગર કર્યું હતું. આ ઉપરાંત, શાંઘાઈસ્થિત રેપર એસ્ટ્રોએ સરકાર દ્વારા સત્તાના દુરુપયોગ અને માનવ જીવનની અવગણનાની ટિકા કરવા માટે ‘ન્યૂ સ્લેવ’ ગીત રજૂ કર્યું હતું.
ચીનની સરકારે લીધેલા અમાનવીય પગલાંને કારણે વધુને વધુ લોકો રાષ્ટ્રગીતને ગાવા માટે બહાર આવ્યા હતા.
સામ્યાવાદી સરકારે પોતાના નાગરિકોના અવાજને દબાવવા માટે વ્યંગાત્મક રીતે, પોતાના રાષ્ટ્રગીત પર નિયંત્રણ મુકવા પડ્યા હતા.
પ્રેસિડેન્ટ શી જિનપિંગે લોકોના સંઘર્ષની કોઈ ચિંતા કરી નથી અને માત્ર પોતાની ઈચ્છા અને હિતો માટે કામ કર્યું છે. મીડિયા મુજબ, બિડેન એડમિનિસ્ટ્રેશને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની હિંસાની ટિકા કરવી જોઈએ અને મહામારીમાં સ્થાનિક સરકારના માનવાધિકારોના ઉલ્લંઘન વિશે મૌન રહેવું જોઈએ નહીં.
તેણે યુનાઇટેડ સ્ટેટ્સ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને શાંઘાઈ અને ચીનના લોકોના સમર્થનમાં ઉભા રહેવા અને બોલવા અને કમ્યુનિસ્ટ પાર્ટીના અત્યાચારને રોકવાનું લક્ષ્ય રાખવા વિનંતી કરી.
શાંઘાઇના રહિશોએ આ અંગે પોતાના એક કમિશનની રચના કરી હતી. કમિશને આ અત્યાચારના મુદ્દે અવાજ ઉઠાવવામાં સમર્થન માટે અમેરિકા અને આતંરરાષ્ટ્રીય સમૂદાયને અરજ કરી હતી.