અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્રે 2021ના કેપિટોલ પર હુમલાના કેસમાં કોંગ્રેસનલ કમિટી સમક્ષ તાજેતરમાં જુબાની આપી હોવાનું મીડિયાએ અજાણ્યા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.
ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેના પિતાના 2020ની ચૂંટણી કેમ્પેઇનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓ હારેલા નેતાના વ્યાપક ચૂંટણી છેતરપિંડીના ખોટા દાવાઓને ફેલાવનારા એક મહત્ત્વનો અને ઉચ્ચ વ્યક્તિ હતા.
6 જાન્યુઆરી, 2021ના રોજ ‘સ્ટોપ ધ સ્ટીલ’ રેલીમાં પ્રેસિડેન્ટના ભાષણ પહેલાં તે ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે હતા, સાંસદો જો બિડેનના વિજયને સ્વીકારી રહ્યા હતા ત્યારે તેણે કેપિટોલને ઘેરી લેનારા ટોળાને ભડકાવ્યું હતું.
સમન્સ વગર અંદાજે ત્રણ કલાક સુધી તેની વિડિયો લિંક દ્વારા શાંતિપૂર્વક માહોલમાં પૂછપરછ કરવામાં આવી હતી. એક સૂત્રએ સીએનએનને જણાવ્યું હતું કે, ટ્રમ્પ જુનિયરે દરેક પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો અને મૌન રાખવાના પોતાના પાંચમા સુધારાના અધિકારને મહત્ત્વ આપ્યું નહોતું.
જ્યારે પરિણામ આવવાનું હજુ બાકી હતું ત્યારે ટ્રમ્પ જુનિયરે ચૂંટણીના બે દિવસ પછી વ્હાઇટ હાઉસના તે વખતના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝને મેસેજ કર્યો હતો, તેમની યોજના બિડેનને નવા પ્રેસિડેન્ટ તરીકે જાહેર થતા અટકાવવાની હતી.
કોંગ્રેસનલ કમિટીએ 44 વર્ષીય રીપબ્લિકનનો એક સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં મીડોઝને કહેવામાં આવ્યું હતું કે, વિદ્રોહ થઇ રહ્યો હતો ત્યારે તત્કાલિન પ્રેસિડેન્ટ દબાણમાં આવીને હિંસાને વખોડવી પડી હતી.
કોંગ્રેસનલ કમિટીએ અગાઉથી જ ટ્રમ્પના નજીકના ઘણા વ્યક્તિઓ સાથે વાત કરી છે, જેમાં તેમની પુત્રી ઇવાન્કા, તેનાં પતિ અને ટ્રમ્પના ટોચના મદદનીશ જેરેડ કુશનર અને ટ્રમ્પ જુનિયરના ભાગીદાર કિમ્બર્લી ગિલફોયલનો સમાવેશ થાય છે.
આ તપાસનો રીપોર્ટ આવે તે પહેલા તેના સાત ડેમોક્રેટ્સ અને બે રીપબ્લિકન જૂનમાં જાહેર સુનાવણીની એક શ્રેણીનું આયોજન કરી રહ્યા છે.
ટ્રમ્પ જુનિયરના પ્રતિનિધિઓ અને કમિટીએ કોઇપણ પ્રકારનો પ્રતિભાવ આપવા માટેની વિનંતીઓનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.