પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને આગળ વધારવાના ભાગરુપે ભારત સરકારે વધુ એક સરકારી કંપનીનું વેચાણ કરવાની યોજના બનાવી છે. સરકાર દ્વારા શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પોતાનો તમામ 63 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવાઈ છે અને આ માટે બોલી લગાવવા માટે તૈયારી કરવામાં આવી છે. રસ ધરાવતી કંપનીઓ પાસે સરકારે અરજીઓ મંગાવી છે અને આ માટે ફેબ્રુઆરીના મધ્ય સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ જ વર્ષમાં કંપનીના વેચાણની પક્રિયા પૂરી કરી કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

દરમિયાન કંપનીનો શેર શુક્રવારે શેરબજારમાં 3.33 ટકાના વધારા સાથે રૂ.86.55 ભાવે બંધ થયો હતો. હાલના બજારભાવ પ્રમાણે સરકારને હિસ્સાના વેચાણથી રૂ.2,500 કરોડ મળી શકે છે. પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિએ ગયા વર્ષે જ કંપનીમાં સરકારની હિસ્સેદારી વેચવા માટે મંજૂરી આપી હતી. જોકે કોવિડની મહામારીના કારણે યોજનામાં વિલંબ થયો હતો. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂ.2.1 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક બનાવ્યો છે.