શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ(એફસીઆરએ) અંતર્ગત સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવવા માટે ભારત સરકાર ગૃહ મંત્રાલયના એફસીઆરએ વિભાગે તાજેતરમાં માન્યતા આપી હતી. આ મંજૂરીને કારણે હવે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે ભારતીયો અને વિદેશમાં રહેતા અન્ય લોકો પણ દાન આપી શકશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વિદેશી સ્ત્રોતથી પ્રાપ્ત થનાર કોઈ પણ સ્વૈચ્છિક યોગદાન ફક્ત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાર્લામેન્ટ રોડ બ્રાન્ચમાં જ સ્વીકાર થશે. આ સિવાય અન્ય કોઇ બ્રાંચ કે બેંકમાં મોકલાયેલું ફંડ સ્વીકારાશે નહીં. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં 17 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરુ થશે. શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના 2020 માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટને જ દેશભરના ભક્તો અને લોકો પાસેથી ભંડોળ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે ટ્રસ્ટને ભારતીયો અને વિદેશમાં રહેતા અન્ય લોકો પાસેથી દાન સ્વરૂપે નાણાં સ્વીકારવાની પણ મંજૂરી આપવામાં આવશે.

LEAVE A REPLY

seventeen − ten =