REUTERS/Leonhard Foeger

ભારતની પી. વી. સિંધુએ રવિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોંઝ મેડલ હાંસલ કરી પોતાનો એક આગવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, તો ભારતીય મહિલા હોકી ટીમની વંદના કટારીઆએ પણ શનિવારે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતના વિજયમાં મહત્ત્વની ભૂમિકા સાથે ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો હતો. સિંધુ બે ઓલિમ્પિક મેડલ પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે આ અગાઉ રીઓ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. એ અગાઉ, સાઈના નેહવાલે 2012ની લંડન ઓલિમ્પિક્સમાં બેડમિંટનમાં ભારત માટે પ્રથમ, બ્રોંઝ મેડલ હાંસલ કર્યો હતો.
મહિલા હોકીમાં વંદના કટારીઆની હેટટ્રિકના સહારે ભારતે ક્વાર્ટરફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું અને તે પછી ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી, તે પણ ભારત માટે ઓલિમ્પિક રેકોર્ડ છે.