રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશન, લેસ્ટરશાયર પોલીસ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ (CSJ) ફાઉન્ડેશનના સહયોગથી લેસ્ટરની 5 શાળાઓના વિદ્યાર્થીઓના જૂથે તેમના જીવન અને કારકિર્દીની આકાંક્ષાઓને વધારવામાં મદદ કરવા માટે લંડન અને સંસદના ગૃહોની મુલાકાત લીધી હતી.

આ સફરનું આયોજન સમગ્ર લેસ્ટરશાયરના વંચિત યુવાનોને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તકો અને પ્રેરણા મેળવવા માટે પ્રોત્સાહન આપવા માટે કરાયું હતું.

કોચ દ્વારા લંડન આવેલા યુવાનોને સ્મિથ સ્ક્વેરમાં CSJની ઓફિસમાં લંચ અને બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને સંસદના ગૃહોનો CSJ દ્વારા પ્રવાસ કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લેસ્ટર સાઉથના સાંસદ અને શેડો પેમાસ્ટર જનરલ, જોનાથન એશવર્થએ તેમને સમર્થન આપ્યું હતું. લેસ્ટર પાછા ફરતા પહેલા તેમને લંડનનો પ્રવાસ કરાવાયો હતો.

ભાગીદારોને એકસાથે લાવી ટ્રિપને સપળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લેસ્ટર સ્થિત, રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. નિક કોટેચા OBE DLએ જણાવ્યું હતું કે “યુવાનોના જીવનમાં એવી ક્ષણો આવે છે જે સારા અને સારા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. અમે સમયસર એક યાદગાર ક્ષણ બનાવવા માટે આ ખાસ ટૂરનું આયોજન કર્યું હતું. જેથી અમારી ટુરમાં જોડાનારા કેટલાક યુવાનો આકાંક્ષાઓ વધારી શકે.’’

CSJનો અંદાજ છે કે ઈંગ્લેન્ડમાં માત્ર 12.3 ટકા સૌથી વંચિત વિદ્યાર્થીઓ 19 વર્ષની ઉંમર સુધીમાં પૂર્ણ-સમયનું ઉચ્ચ શિક્ષણ મેળવે છે, જ્યારે યુકેના સૌથી ગરીબ વિસ્તારોમાંથી એક બાળક ‘અપૂરતી’ રેટિંગ ધરાવતી શાળામાં હાજરી આપવાની સંભાવના 27 ગણી વધારે છે.

વધુ માહિતી માટે જુઓ www.randalfoundation.org.uk

LEAVE A REPLY

6 + eight =