એક સમયની ભારતીય ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફરીથી એકવાર ટીવી જોવા મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુપરહિટ શોની બીજી સીઝનનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે, અને નિર્માતા એકતા કપૂર દ્વારા આ મહિને તેની તેની જાહેરાત થવાની સંભાવના છે.
વર્ષ 2000થી 2008 સુધી સતત આઠ વર્ષ સુધી દર્શકોને જકડી રાખનાર ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ માં મુખ્ય અભિનેત્રી તરીકે સ્મૃતિ ઈરાનીએ ‘તુલસી વિરાણી’ ના પાત્રમાં ઘર-ઘર ઓળખ બનાવી હતી. દર્શકો માટે સૌથી સારા સમાચાર એ છે કે, બીજી સિઝનમાં પણ સ્મૃતિ ઈરાની જ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે! તેમણે પોતાની ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે આ સીરિયલનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે, જે અંગે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.
એક મીડિયા રીપોર્ટ મુજબ, આ સીરિયલમાં ‘મિહિર’ ની ભૂમિકામાં અભિનેતા અમર ઉપાધ્યાય જ જોવા મળી શકે છે, જે પ્રથમ સીઝનમાં પણ આ લોકપ્રિય પાત્ર ભજવી ચૂક્યા છે.
શૂટિંગ દરમિયાન સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને એકતા કપૂર સિવાયના તમામ લોકોના મોબાઈલ ટેપ કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ માહિતી લીક ન થાય. શૂટિંગની આસપાસ લોકોની સંખ્યા પણ સીમિત રાખવામાં આવી છે.” આ કડક નિયમો દર્શાવે છે કે, નિર્માતાઓ આ શો અંગે કેટલા ગંભીર અને ઉત્સાહિત છે. આ શોની પ્રથમ સિઝનમાં મૌની રોય, કરિશ્મા તન્ના, મંદિરા બેદી અને હિતેન તેજવાની જેવા ઘણા જાણીતા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.

LEAVE A REPLY